જુનિયર કૈફનો ફેન થઈ ગયો 'ક્રિકેટનો ભગવાન', શેયર કર્યો સ્પેશિયલ VIDEO

સચિનને મોહમ્મદ કૈફના દીકરાનો ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે

Punita Vaidya Punita Vaidya | Updated: Dec 31, 2017, 04:23 PM IST
જુનિયર કૈફનો ફેન થઈ ગયો 'ક્રિકેટનો ભગવાન', શેયર કર્યો સ્પેશિયલ VIDEO
મોહમ્મદ કૈફના દીકરાની બેટિંગે ચોંકાવી દીધો સચિન તેન્ડુલકરને (File Photo)

નવી દિલ્હી : બે દાયકાઓ સુધી ક્રિકેટની દુનિયામાં રાજ કરનાર સચિન તેન્ડુલકર માત્ર બેટ્સમેન તરીકે નહીં પણ બોલર તરીકે પણ સારો એવો લોકપ્રિય હતો. તે હંમેશા પોતાના લેગ સ્પિન, ઓફ સ્પિન અથવા તો ગુગલથી બેટ્સમેનને ચકમો આપી દેતો હતો. જોકે શુક્રવારે એક બાળકે તેના બોલ પર શાનદાર કવર ડાઇવ લગાવીને તેને ચોંકાવી દીધો હતો. આ બાળક બીજું કોઈ નહીં પણ ક્રિકેટર મોહમ્મદ કૈફનો દીકરો કબીર છે. 

સચિને પછી કૈફના દીકરાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં સચિન તો કબીર સામે બોલિંગ કરી રહ્યો છે જ્યારે કબીર સરળતાથી આ બોલને ફટકારી રહ્યો છે. વીડિયોમાં કૈફનો દીકરો બોલિંગ મશીનનો સામનો કરી રહ્યો છે. કહેવામાં આવે છે કે કૈફના દીકરાનો જે વીડિયો સચિને શેયર કર્યો છે એ ગેમિંગ ડેસ્ટિનેશન 'સ્મૈશ'નો છે. 

સચિન તો કબીરની પ્રતિભા જોઈને દંગ થઈ ગયો હતો. તેણે આ વીડિયો પોસ્ટ કર્યો અને એને એક ખૂબસુરત કેપ્શન પણ આપ્યું અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. 

સચિન તેન્ડુલકરની ટ્વીટનો જવાબ આપતા વખતે મોહમ્મદ કૈફે લખ્યું કે હંમેશા નેટ પ્રેકટિસ દરમિયાન બેટિંગ કરતી ‘સચિન પાજી’ તમારા લેગ સ્પિન અને સ્પિન બોલનો સામનો કરવામાં સમસ્યા થતી હતી પણ મારો દીકરો કબીર એે સારી રીતે રમી શકે છે.  

નોંધનીય છે કે મોહમ્મદ કૈફને 2002માં ઇન્ગલેન્ડમાં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇન્ગ્લેન્ડ વિરૂદ્ધ શાનદાર ઇનિંગ રમવા માટે યાદ કરવામાં આવે છે. 2006માં તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની વન ડે ટીમમાં પણ હ તો. જોકે, તેણે હજી સુધી ક્રિકેટમાં સન્યાસની ઘોષણા નથી કરી.