શું પ્રેગનેન્ટ છે સાનિયા મિર્ઝા? સોશિયલ મીડિયા પર સાનિયા-શોએબે શેર કરી આ તસ્વીર
હાલમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તેના પતિ શોએબ મલિકને છોકરી જોઈએ અને બાળકની સરનેમ મિર્ઝા મલિક જ હશે.
Trending Photos
નવી દિલ્હીઃ શું ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પ્રેગનેન્ટ છે? જી હાં સાનિયા મિર્ઝાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર એક એક ફેમેલી વાર્ડરોબની તસ્વીર શેર કરી છે, જેનાથી તે અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે તે પ્રેગનેન્ટ છે. સાનિયાએ પોસ્ટ કરતા જ વાર્ડરોબની તસ્વીર વાયરલ થવા લાગી. મહત્વનું છે કે હાલમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તેના પતિ શોએબ મલિકને છોકરી જોઈએ અને બાળકની સરનેમ મિર્ઝા મલિક જ હશે.
ઈંન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કર્યો ફોટો
સોનિયા મિર્ઝાએ જે તસ્વીરને શેર કરી છે તેમાં એક ફેમેલી વાર્ડરોબ દેખાઈ છે. જેના પ્રથમ ભાગમાં એક બોટલ કેટલાક કપડા અને એક ટીશર્ટ લટકી રહ્યું છે, જેના પર મિર્ઝા લખેલું છે. વચ્ચેના ખાનામાં બે કપડા, એક દૂધ બોટલ અને એક બાળકનું ટીશર્ટ હેંગર લટકી રહ્યું છે, જેના પર મલિક-મિર્ઝા લખેલું છે. અંતિમ ખાનું શોએબ મલિકનું છે જેમાં તેના કેટલાક કપડા, બોટલ અને ટીશર્ટ છે જેના પર મલિક લખેલું છે. તસ્વીર જોઈને લાગે છે કે જલદી સાનિયાના ઘરમાં એક નવા મહેમાનનું આગમન થશે. શોએબ મલિકે પણ આ તસ્વીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
— Sania Mirza (@MirzaSania) April 23, 2018
લોકોએ આપી શુભેચ્છા
ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ પોસ્ટ કરવામાં આવતા જ લોકોએ સાનિયાને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું. સોએબ અને સાનિયાના લવ સ્ટોરી શરૂથી જ વિવાદોમાં રહી હતી. ભલે તે લગ્ન હોય કે બાળકની સરનેમ.
— Shoaib Malik (@realshoaibmalik) April 23, 2018
બાળકની સરનેમ મિર્ઝા-મલિક જ હશેઃ સાનિયા
તમને જણાવી દઈએ કે હાલમાં સાનિયાએ ગોવા ફેસ્ટ 2018માં લૈંગિક પક્ષપાત પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, જ્યારે અમારે કોઈ બાળક થશે તેની સરનેમ મિર્ઝા-મલિક હશે. તો દર્શકોને એક સિર્કેટ જણાવતા સાનિયાએ કહ્યું હતું કે, તેના પતિ શોએબ મલિક ઈચ્છે છે તેના ઘરમાં એક પરિ આવે. તેણે આગળ કહ્યું કે, શોએબને એક પુત્રી જોઈએ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્ન 12 એપ્રિલ 2010માં થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે