જાડેજા વિવાદઃ સંજય માંજરેકરે માઇકલ વોનને ટ્વીટર પર કર્યો બ્લોક

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન વચ્ચે રવીન્દ્ર જાડેજાને લઈને વિવાદ વધી ગયો ચે. વોને મંગળવારે જાણકારી આપી કે માંજરેકરે તેમને ટ્વીટર પર બ્લોક કરી દીધા છે.
 

જાડેજા વિવાદઃ સંજય માંજરેકરે માઇકલ વોનને ટ્વીટર પર કર્યો બ્લોક

માન્ચેસ્ટરઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન વચ્ચે રવીન્દ્ર જાડેજાને લઈને વિવાદ વધી ગયો ચે. વોને મંગળવારે જાણકારી આપી કે માંજરેકરે તેમને ટ્વીટર પર બ્લોક કરી દીધા છે. વોને ટ્વીટર પર લખ્યું, 'બ્રેકિંગ ન્યૂઝ, મને માંજરેકર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે.' માંજરેકરે જાડેજાને પૂર્ણ ખેલાડી ન માનતા કહ્યું હતું કે, તે ટીમમાં તેના સ્થાન પર એક પૂર્ણ બોલર કે પૂર્ણ બેટ્સમેનને સામેલ કરે. આ વાત પર જાડેજાએ ટ્વીટ કરી માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાની વાત કરી હતી. 

ભારતે આઈસીસી વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી અને માંજરેકરે પોતાની ટીમમાં જાડેજાને પસંદ કર્યો હતો. આ જોયા બાદ વોને માંજરેકરની મજાક કરવાનું શરૂ કર્યું જેને માંજરેકરે પૂરી કરી દીધી હતી. વોને પોતાના ટ્વીટમાં લખ્યું, મેં જોયું કે, તમે એક એવા ખેલાડીને પસંદ કર્યો છે જે પૂર્ણ નથી. 

— Michael Vaughan (@MichaelVaughan) July 9, 2019

તેનો જવાબ આપતા માંજરેકરે લખ્યું, મારા દોસ્ત વોન, મેં ભવિષ્યવાણી કરી છે ન તો આ મારી ટીમ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા માંજરેકરે આઈએએનએસને કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ પણ કુલદીપ યાદવ અને ચહલને આગામી મેચમાં જગ્યા આપત. જાડેજાએ તેના પર માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાનું કહ્યું હતું. 

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) July 6, 2019

જાડેજાએ ટ્વીટર પર લખ્યું, 'મેં તમારાથી ડબલ મેચ રમી છે અને હજુ રમી રહ્યો છું. જેણે કંઇક મેળવ્યું છે તેનું સન્માન કરવાનું શીખવું જોઈએ. મેં તમારા મોઢાની બિમારી વિશે ઘણું સાંભળ્યું છે. માંજરેકરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ચહલ અને કુલદીપના ખરાબ પ્રદર્શન બાદ ટીમે જાડેજાને ટીમમાં સામેલ કરવો જોઈએ?'

— Ravindrasinh jadeja (@imjadeja) July 3, 2019

માંજરેકરે તેના પર કહ્યું હતું, હું અનિયમિત ખેલાડીઓનો મોટો પ્રશંસક નથી જે જાડેજા પોતાના વનડે કરિયરમાં આ સમયે છે. ટેસ્ટ મેચોમાં તે વિશુદ્ધ બોલર છે પરંતુ વનડેમાં હું તેના સ્થાન પર એક બોલર કે બેટ્સમેન પસંદ કરીશ. જાડેજાને ભારતની લીગ રાઉન્ડરની અંતિમ મેચમાં શ્રીલંકા વિરુદ્ધ ટીમમાં જગ્યા મળી હતી અને ત્યારે માંજરેકરે પોતાનો વિચાર બદલતા જાડેજાને ચતુર ખેલાડી ગણાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news