ટેનિસ સ્ટાર સેરેનાનો કામ કરતી મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ

દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કામ અને માતા-પિતાનો પોતાની ભૂમિકા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને નવા વર્ષ પર પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. 

ટેનિસ સ્ટાર સેરેનાનો કામ કરતી મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ

પર્થઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કામ અને માતા-પિતાની પોતાની ભૂમિકા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને નવા વર્ષનો પ્રેરણાદાયી સંદેશો આપતા કહ્યું કે, કંઈપણ સંભાવ છે. 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ 2019ની શરૂઆત પર્થમાં મિશ્રિત ટીમ સ્પર્ધા હોપમેન કપની સાથે કરી છે. 

તેની પુત્રી એલેક્સિસ ઓલિંપિયા પણ અહીં પહોંચી છે. સેરેનાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના એક કરોડ ચાર લાખ ફોલોઅરસ માટે પોતાની અને પોતાની પુત્રીની તસ્વીર મુકી છે. તેણે કહ્યું કે, આ તે વસ્તુ સાથે જોડાયેલો મામલો નથી કે, આપણે શું કરી શકીએ પરંતુ તે તેની સાથે જોડાયોલો છે કે, કામ કરતી માતા અને કામ કરતા પિતાના રૂપમાં આપણે શું કરવું જોઈએ. 

A post shared by Serena Williams (@serenawilliams) on

સેરેનાએ લખ્યું, ગમે તે સંભવ છે. હું વર્ષના પ્રથમ મેચ માટે તૈયારી કરી રહી છું અને મારી પ્યારી પુત્રી થાકેલી અને દુખી છે તથા તેના માત્ર માતાના પ્રેમની જરૂર છે. તેણે કહ્યું, તે માટે જો મારે પોતાની પુત્રીને તેડીને વોર્મઅપ અને સ્ટ્રૈચિંગ કરવું પડે તો આ માં તેમ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news