IPL 2018 : સહેવાગની બરોબરી કરી બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ
આઇપીએલમાં સતત તોફાની બેટીંગ કરી રહેલ જોસ બટલરે મુંબઇ વિરૂધ્ધ રવિવારે વધુ એક અર્ધ શતક ફટકારી વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી : આઇપીએલ 2018માં શરૂઆતથી જ રાજસ્થાન તરફથી રમતાં જોસ બટલર સતત તોફાની બેટીંગ કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઇના કરો યા મરોના મુકાબલામાં રવિવારે મુંબઇને સાત વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટીંગ કરતાં મુંબઇએ 168 રન બનાવ્યા હતા. જોકે રાજસ્થાને માત્ર 18 ઓવરમાં જ આ લક્ષ્ય પૂર્ણ કરી જીત મેળવી હતી. આ જીત સાથે રાજસ્થાને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. (ફોટો : PTI)
બટલરે આ મેચમાં પણ પોતાની શક્તિનો પરચો આપ્યો હતો. માત્ર 53 બોલમાં તોફાની બેટીંગ કરતાં 9 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 94 રન બનાવ્યા હતા. તેની આ જોરદાર ઇનિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. બટલરના તોફાન સામે મુંબઈના તમામ બોલર્સ નબળા સાબિત થયા.
બટલરે આક્રમક અર્ધી સદી મારીને અનેક રેકોર્ડ પોતાના નામે કરી જ લીધા જેમાં સૌથી ખાસ છે વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરાબરી. સહવાગે 2012માં સતત 5 મેચોમાં અર્ધી સદી મારી હતી જેની બટલરે બરોબરી કરી લીધી છે. આ બંને સિવાય ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકાદુજા અને પાકિસ્તાનના કામરાન અકમલના નામે આવી રીતે અર્ધસદીનો રેકોર્ડ છે. (તસવીર : IANS)
આ સિવાય બટલર આ આઇપીએલમાં પાંચસો રનનો આંકડો પાર કરનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. તેણે 12 ઇનિંગમાં 153.77ના સ્ટાઇક રેટથી 509 રન બનાવ્યા છે. તે ઓરેન્જ કેપની દોડમાં ઋષભ પંત, કેન વિલિયમસન, લોકેશ રાહુલ અને અંબાતી રાયડુથી જ પાછળ છે.
જોસ બટલર આ તોફાની ઇનિંગ સાથે આઇપીએલ ઇતિહાસમાં એકમાત્ર ખેલાડી બની ગયો છે જેણે સતત બે ઇનિંગમાં 90થી વધારે અને 100થી ઓછા રન બનાવ્યા હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે