કેમ અધુરી રહી રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની પ્રેમ કહાની? શું હતી લગ્નની શરત?

Love Story: ભારતીય ક્રિકેટ ટીમનો હેન્ડસમ હન્ક ખેલાડી અને હિન્દી સિનેમાની ચુલબુલી અભિનેત્રી વચ્ચે ચાલતુ હતુ ઈલુઈલુ. આ લવસ્ટોરી એટલી ચર્ચાસ્પદ હતી કે, સમાચાર પત્રો અને એ સમયના મેગેજિનમાં તેના ઢગલાબંધ ફોટા છપાતા હતાં. જાણો પછી એવી તો કઈ શરત હતી કે, ગામ આખામાં ગાજેલી આ પ્રેમકહાની અધવચ્ચે જ તૂટી ગઈ?

કેમ અધુરી રહી રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની પ્રેમ કહાની? શું હતી લગ્નની શરત?

Ravi Shastri-Amrita Singh Love Story: ક્રિકેટ અને સિનેજગતનો પહેલાંથી જ સંબંધ રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલીવુડ અને બી ટાઉન જેવા નામોનો ઉપયોગ થાય છે. બાકી પહેલાં તો હિન્દી સિનેમા તરીકેની જ ઓળખ હતી. એ જમાનામાં ભારતીય ક્રિકેટ ટીમના હેન્ડસમ ક્રિકેટર અને ચુલબુલી અભિનેત્રીની પ્રેમ કહાનીએ જગાવી હતી ભારે ચર્ચા. સમાચારોમાં આ ક્રિકેટ અને અભિનેત્રીની પ્રેમ કહાની છવાયેલી રહેતી હતી. લગ્નનું બધુ નક્કી જ હતું પણ એક શરતના લીધે આ લવસ્ટોરી અધવચ્ચે લટકતી જ રહી ગઈ...શું હતો સમગ્ર મામલો વાંચો વિગતવાર...

અહીં વાત છે 80ના દાયકામાં ભારતીય ક્રિક્રેટ ટીમના પોસ્ટર બોય ગણાતા રવિ શાસ્ત્રી અને હિન્દી સિનેમાની ચુલબુલી અભિનેત્રી અમૃતા સિંહની પ્રેમકહાનીની. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતા છે. રવિ શાસ્ત્રી જેટલી ક્રિકેટના મેદાન પર સારી બેટિંગ કરે છે તેટલું જ તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમની સગાઈ સૈફઅલી ખાનની પૂર્વ પત્ની અભિનેત્રી અમૃતા સિંહ સાથે થઈ હતી. બાદમાં કેમ તૂટી ગઈ સગાઈ? આ બન્નેની પ્રેમકહાનીની વચ્ચે કોણ આવી ગયું? ચાલો જાણીએ સગાઈ સુધી પહોંચ્યા પછી કેમ તૂટ્યો આ સંબંધ...

અમૃતા સિંહ રવિના પ્રેમમાં પડી ગયા-
વર્ષ 1980માં રવિ શાસ્ત્રી અને અભિનેત્રી અમૃતા સિંહ વચ્ચેના પ્રેમપ્રકરણના સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી આકર્ષક ખેલાડી જેવા દેખાતા હતા અને તેમને ક્રિકેટ ટીમનો 'પોસ્ટર બોય' બનાવ્યો હતો. રવિ શાસ્ત્રીના પર્સનાલીટીથી અમૃતા સિંહ તેને દિલ દઈ બેઠી. તેમના અફેરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. મેચ દરમિયાન રવિ શાસ્ત્રીને ચીયર કરવા માટે અમૃતા સ્ટેડિયમ પહોંચતી હતી.

બંનેએ સગાઈ કરી લીધી-
અમૃતા અને રવિ વચ્ચેની નિકટતા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેઓ એક મેગેઝીનના કવર પર સાથે જોવા મળ્યા હતા. એક મેગેઝિનના કવર પર સાથે દેખાયા પછી, રવિ અને અમૃતાનું અફેર 80ના દાયકાના સૌથી ચર્ચિત અફેર્સમાંનું એક બની ગયું. થોડો સમય ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 1986માં સગાઈ કરી લીધી પરંતુ જાહેરમાં પહેલાં તેનો સ્વીકાર કર્યો નહતો. બાદમાં આ સગાઈ તૂટી ગઈ અને ના થઈ શક્યા લગ્ન.

સગાઈ પછી તૂટ્યો સંબંધ-
એક રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા નથી માંગતો. મારી પત્નીની પહેલી પ્રાથમિકતા તેની કરિયર નહીં પણ મારો પરિવાર હોવો જોઈએ. રવિ શાસ્ત્રીના આ નિવેદનનો જવાબ આપતાં અમૃતાએ તરત જ કહ્યું હતું કે, 'આ સમયે પણ હું મારી કારકિર્દીને કારણે આ સંબંધને આગળ લઈ જઈ શકતી નથી. પણ મને ખાતરી છે કે થોડા વર્ષો પછી હું ફુલ ટાઈમ માતા અને પત્ની બનીશ. જો કે, તેમની લવ સ્ટોરી લાંબો સમય ન ચાલી, વર્ષ 1990માં રવિએ રિતુ સાથે લગ્ન કર્યા. જ્યારે 1991માં અમૃતા સિંહે એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, કેટલાંક વર્ષો બાદ સૈફ સાથે પણ અમૃતાની જોડી ટકી નહીં બન્ને અલગ થઈ ગયા અને પછી સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news