વરસાદ વિલન! Asia Cupમાંથી ભારત થઈ શકે છે બહાર? રોહિત શર્મા અને દ્રવિડનું સપનું તૂટશે

India vs Pakistan 2023: એશિયા કપ 2023 રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ આ કપને વર્લ્ડ કપ 2023ની તૈયારી તરીકે જોઈ રહી છે, પરંતુ અત્યાર સુધી વરસાદે ટીમ માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતની સુપર-4ની ત્રણેય મેચો વરસાદને કારણે ધોવાઈ શકે છે.

વરસાદ વિલન! Asia Cupમાંથી ભારત થઈ શકે છે બહાર? રોહિત શર્મા અને દ્રવિડનું સપનું તૂટશે

Asia Cup 2023 Ind vs Pak ODI: એશિયા કપ 2023 ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023ની તૈયારીના સંદર્ભમાં પણ આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર 5 ટીમો એશિયા કપમાં ભાગ લઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ગ્રુપ રાઉન્ડમાં નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4 રાઉન્ડની વાત કરીએ તો આ મેચ માટે માત્ર રિઝર્વ ડેની જોગવાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 10 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે તે આજે એટલે કે 11 સપ્ટેમ્બરે પૂરી થશે. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા. આજે પણ વરસાદ પડ્યો છે હવે મેચ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. 

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 મેચ રમાઈ રહી છે. સુપર-4ની અન્ય મેચો અને ફાઈનલ પણ કોલંબોમાં જ યોજાવાની છે. આગામી એક સપ્તાહની વાત કરીએ તો કોલંબોમાં 60 થી 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સુપર-4ની તમામ મેચો પર વરસાદનો ખતરો છે. જો સુપર-4ની બાકીની મેચો વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. 2 મેચના પરિણામ ભારતીય ટીમ માટે મુશ્કેલી બની શકે છે.

પાકિસ્તાન અને શ્રીલંકાએ જીત મેળવી છે-
સુપર-4માં કુલ 6 મેચો રમાવાની છે. પ્રથમ 2 મેચના પરિણામ આવી ગયા છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંને ટીમોએ પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો સુપર-4ની બાકીની 4 મેચો રદ્દ થશે તો તેનો સીધો ફાયદો પાકિસ્તાન અને શ્રીલંકાને થશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, જો 4 મેચ રદ થાય છે, તો પાકિસ્તાન અને શ્રીલંકાના 3 મેચ પછી 4 પોઈન્ટ હશે. જ્યારે ભારતીય ટીમના 3 મેચમાં માત્ર 3 પોઈન્ટ હશે. જ્યારે બાંગ્લાદેશના 3 મેચમાં એક પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકશે નહીં.

એશિયા કપ 2023 ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ માટે પણ મહત્વપૂર્ણ છે. આ પછી 2023માં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે. વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સારું નહીં રહે તો BCCI તેમનો કાર્યકાળ લંબાવે તેવી શક્યતા નથી. ભારતીય ટીમ 2011થી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news