T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક

T20 World Cup 2024: IPL ના તાત્કાલિક બાદ ટી20 વર્લ્ડ કપની ધૂમ મચવાની છે. 1-29 જૂન સુધી USA અને વેસ્ટઇન્ડીઝમાં થનાર આ મેગા-ઇવેંટ માટે તમામ ટીમો તૈયારીમાં લાગી ગઇ છે. મેન્સ ટી20 વર્લ્ડકપની આગામી સિઝનમાં 20 ટીમો સામેલ થશે, જેમાં ઓસ્ટ્રેલિયામાં ટૂર્નામેન્ટની 2022 સિઝનમાં પ્રતિસ્પર્ધા કરનાર 16 ટીમો હશે. 

T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક

T20 World Cup 2024: IPL ના તાત્કાલિક બાદ ટી20 વર્લ્ડ કપની ધૂમ મચવાની છે. 1-29 જૂન સુધી USA અને વેસ્ટઇન્ડીઝમાં થનાર આ મેગા-ઇવેંટ માટે તમામ ટીમો તૈયારીમાં લાગી ગઇ છે. મેન્સ ટી20 વર્લ્ડકપની આગામી સિઝનમાં 20 ટીમો સામેલ થશે, જેમાં ઓસ્ટ્રેલિયામાં ટૂર્નામેન્ટની 2022 સિઝનમાં પ્રતિસ્પર્ધા કરનાર 16 ટીમો હશે. આ પહેલીવાર છે જ્યારે યૂએસએ, કેનેડા અને યુગાંડા મેન્સ ટી20 વર્લ્ડકપમાં ભાગ લઇ રહ્યા છે. ચાલો મેગા ઇવેન્ટની આગામી સિઝનમાં ટોચની ચાર ટીમો પર એક નજર કરીએ. 

ભારત
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ 2007 ની જીત બાદ વધુ એક ટી20 વર્લ્ડકપ પોતાના ખાતામાં એડ કરવા માંગશે. તેની શરૂઆત ટીમ ઇન્ડીયાએ 5 જૂનના રોજ ન્યૂયોર્કમાં આયરલેન્ડૅ વિરૂદ્ધ કરશે. પછી 9.12 અને 15 જૂને ભારતનો મુકાબલો પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સાથે થશે. 

સ્ટ્રેંથ: ભારત આ ટૂર્નામેન્ટમાં ટોપ ઓર્ડરની પુરૂષોની T20 ટીમ તરીકે પ્રવેશ કરશે. અમેરિકાની અજાણી પરિસ્થિતિ અને વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચોમાં વિરાટ કોહલી, સંજુ સેમસન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓની હાજરી સ્પર્ધામાં ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઇગ્લેંડ
ટી20 વર્લ્ડકપ 2024 માં ગત ચેમ્પિયન 4 જૂને બારબાડોસમાં સ્કોટલેડ વિરૂદ્ધ પોતાના ખિતાબની રક્ષાની શરૂઆત કરશે. તેણે ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન સથે સ્પર્ધાના ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. 

સ્ટ્રેંથ: જોસ બટલર, વિલ જેક્સ, ફિલ સોલ્ટ અને જોની બેરસ્ટો તેમજ હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન અને સેમ કુરાનની હાજરી ટીમને બેટીંગ ઓર્ડરને મજબૂત બનાવે છે. 

ઓસ્ટ્રેલિયા
વનડે વર્લ્ડકપ ટ્રોફી અને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ઓસ્ટ્રેલિયા, 5 જૂને બારબાડોસમાં ગ્રુપની પ્રતિદ્વંદી ઓમાન વિરૂદ્ધ પોતાની ટી20 વર્લ્ડકપ 2024 અભિયાનની શરૂઆત કરશે. 

સ્ટ્રેંથ: ઓસ્ટ્રેલિયા પાસે ઘણા અનુભવી ખેલાડીઓ સાથે સંતુલિત ટીમ છે. તેમની પાસે કેપ્ટન મિચેલ માર્શ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા જેવા દિગ્ગ્જ ખેલાડીઓ છે.

વેસ્ટ ઇન્ડીઝ
બે વાર ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ટી20 વર્લ્ડકપ 2024 ના ગ્રુપ સીમાં રાખવામાં આવી છે. આ ટીમ 2 જૂને ગુયાનામાં શરૂઆતી મેચમાં પાપાઆ ન્યૂ ગિનીનો સામનો કરશે. 

સ્ટ્રેંથ: કેપ્ટન રોવમેન પોવેલ, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ અને જેસન હોલ્ડર આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આ ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news