ટીમ ઈન્ડિયાએ કર્યું 'સ્વચ્છ ભારત મિશન'નું સમર્થન, જર્સી પર લગાવ્યો 'ખાસ લોગો'

2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જયંતી પર જ્યારે ભારતીય ટીમ ગાંધી-મંડેલા ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો રમવા ઉતરી તો વિરાટ કોહલી એન્ડ કંપનીની જર્સી પર ડાબા હાથની કોણી પાસે સ્વચ્છ ભારત દિવસનો લોગો લાગેલો હતો.
 

ટીમ ઈન્ડિયાએ કર્યું 'સ્વચ્છ ભારત મિશન'નું સમર્થન, જર્સી પર લગાવ્યો 'ખાસ લોગો'

નવી દિલ્હીઃ  Team India Swachh Bharat mission: ભારતીય ટીમે સ્વચ્છ ભારત મિશનમાં ભાગ લીધો છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ પોતાની જર્સી પર એક ખાસ લોગોની સાથે ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાવાનું એલાન ભારતીય ટીમે પહેલા કર્યું હતું. 

2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જયંતી પર જ્યારે ભારતીય ટીમ ગાંધી-મંડેલા ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો રમવા ઉતરી તો વિરાટ કોહલી એન્ડ કંપનીની જર્સી પર ડાબા હાથની કોણી પાસે સ્વચ્છ ભારત દિવસનો લોગો લાગેલો હતો. ભારતીય ટીમના દરેક ખેલાડીએ આ લોગો લગાવીને રાષ્ટ્રગીત ગાયું અને પછી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરવા ઉતર્યાં હતા. 

મહત્વનું છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સ્વસ્છ ભારત મિશન અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતીય ટીમ સ્વચ્છ ભારત અભિયાન અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની સાથે છે અને તમે પણ ઓછામાં ઓછી બે કીમીની દોડ લગાવો અને તે સમયે કોપઈમ પ્રકારની ગંદકી રોડ-રસ્તા પર ન ફેલાવો. 

— Swachh Bharat (@swachhbharat) October 1, 2019

મહત્વનું છે કે, કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ 150મી ગાંધી જયંતિ પર મેરેથોન દોડ રાખી હતી. તેમાં બજરંગ પૂનિયા જેવા ખેલાડી સામેલ થયા હતા. સ્વચ્છ ભારતના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી સહિત તમામ ખેલાડી સિંગલ યૂઝ પ્લાસ્ટિકને એક ડસ્ટબિનમાં નાખતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં સ્વચ્છ ભારત દિવસના લોગોને પણ દેખાડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news