ટીમ ઈચ્છે છે હું મેચ ફિનિશિરની ભૂમિકા નિભાવુઃ દિનેશ કાર્તિક
એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં દિનેશ કાર્તિકે 14 બોલમાં અણનમ 25 રન ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Trending Photos
એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચમાં મળેલા વિજયમાં દિનેશ કાર્તિકે મહત્વની ભૂમિકા અદા કરી હતી. કાર્તિકે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ તેને છઠ્ઠા ક્રમે બેટિંગ કરતા મેચ ફિનિશરની ભૂમિકા સોંપી છે. કાર્તિકે આ સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરતા કહ્યું કે, તે હજુ પણ જરૂરીયાત પ્રમાણે વિરોધી ટીમો પર દબાવ બનાવી શકે છે.
કાર્તિકે કહ્યું કે, મને લાગે છે કે ધોનીએ આ સિરીઝમાં શાનદાર બેટિંગ કરી છે. આવી ઈનિંગ તે પહેલા પણ રમી ચુક્યો છે. તેને બેટિંગ કરતો અને મેચ ફિનિશ કરતો જોવો શાનદાર રહ્યું હતું. અમને ખ્યાલ છે કે, તે દબાણ લે છે અને પછી વિરોધી ટીમને દબાણમાં લાવી દે છે. આ હંમેશા તેની સૌથી મોટી ખાસિયત રહી અને આજે તમે તેનું ઉદાહરણ જોયું છે.
કાર્તિકને ટીમમાં ફિનિશરની પોતાની ભૂમિકા વિશે પૂછતા કહ્યું, મેં આ પ્રેક્ટિસ કરી છે, અને તેના પર કામ કરી રહ્યો છું. આ ખૂબ જરૂરી કળા છે. આ તેવી કળા છે જ્યારે તમારે મગજ શાંત રાખવું જરૂરી હોય છે. અનુભવ તેમાં ઘણી મદદ કરે છે. રમતમાં લગભગ આ સૌથી મુશ્કેલ કળા છે. મેચ પૂરી કરવી અને વિજેતા ટીમની તરફ હોવું શાનદાર હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે