U19 વિશ્વકપ 2024માં ભાઈ-ભત્રીજાની ફોજ, સ્ટાર ક્રિકેટરનો પુત્ર પણ ઉતરશે મેદાનમાં

આઈસીસી અન્ડર 19 ક્રિકેટ વિશ્વકપની શરૂઆત શુક્રવાર (19 જાન્યુઆરી) થી થઈ રહી છે. જેનું આયોજન આફ્રિકામાં થશે. વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડીનો ભાઈ, કોઈનો ભત્રીજો તો કોઈ પ્લેયર્સનો પુત્ર રમવા ઉતરશે. 

U19 વિશ્વકપ 2024માં ભાઈ-ભત્રીજાની ફોજ, સ્ટાર ક્રિકેટરનો પુત્ર પણ ઉતરશે મેદાનમાં

નવી દિલ્હીઃ અન્ડર 19 વિશ્વકપ 2024ની શરૂઆત થવામાં ગણતરીની કલાકો બાકી છે. સાઉથ આફ્રિકામાં આયોજીત થનાર આઈસીસીની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે, જેને ચાર અલગ-અલગ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની 15મી એડિશનમાં ઘણા એવા ખેલાડી ઉતરવાના છે, જેનો ક્રિકેટ સાથે લાંબા સમયથી સંબંધ રહ્યો છે. સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન જ્યારે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીનો પુત્ર હસન એસાખિલ અને રાશિદ ખાનનો ભત્રીજો ઉસ્માન શિનવારી પણ પોતાની જલવો દેખાડશે.

આ ટૂર્નામેન્ટનું આયોજન 23 દિવસ સુધી ચાલશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો ઢગલો કરી ચુકેલા સરફરાઝ ખાન 2 વખત અન્ડર 19 વિશ્વકપ રમી ચુક્યો છે. સરફરાઝ છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાનો દરવાજો ખખડાવી રહ્યો છે. વર્તમાનમાં તે ઈન્ડિયા એ તરફથી રમી રહ્યો છે. સરફરાઝનો નાનો ભાઈ મુશીર ખાન એક ઓલરાઉન્ડર છે, જેણે હાલમાં સાઉથ આફ્રિકામાં પાંચ વિકેટ પણ ઝડપી હતી. જમણા હાથે બેટિંગ કરનાર અને ડાબા હાથથી સ્પિન બોલિંગ કરનાર મુશીર ખાને અત્યાર સુધીમાં 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

નબીનો પુત્ર કરશે ઓપનિંગ
અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીનો પુત્ર હસન એસાખિલ  ( Hassan Eisakhil ) અન્ડર 19 વિશ્વકપમાં પોતાની ટીમ તરફથી ઓપનિંગ કરતો જોવા મળશે. નબી આ સમયે અફઘાનિસ્તાનની ટીમમાં છે. નબીએ જ્યારે વર્ષ 2009માં ટી20 આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું ત્યારે તેના પુત્રની ઉંમર ત્રણ વર્ષ હતી. હસન અફઘાનિસ્તાનનો ઉભરતો ઓપનર છે, ટીમને તેની પાસે ઘણી આશા છે. 

રાશિદ ખાનનો ભત્રીજો પણ મેદાનમાં
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો ભત્રીજો ઉસ્માન શિનવારી પણ અન્ડર 19 વિશ્વકપમાં બેટિંગ કરતો જોવા મળશે. શિનવારી વિશ્વકપમાં નબીના પુત્ર હસનની સાથે ઓપનિંગ જોડીદાર તરીકે ઉતરશે. ઈંગ્લેન્ડના સ્પિનર રેહાન અહમદનો નાનો ભાઈ ફરહાન અહમદ પણ વિશ્વકપમાં રમતો જોવા મળશે. 15 વર્ષનો ફરહાન મોટા ભાઈની જેમ સ્પિન બોલર છે, જે વિશ્વકપમાં ધમાલ મચાવી શકે છે.

ડેનલી અને સ્મિથનો ભત્રીજો પણ મેદાનમાં ઉતરશે
ઈંગ્લેન્ડના પ્લેયર જો ડેનલીનો ભત્રીજો ઝેડન ડેનલી વિશ્વકપમાં ઈંગ્લેન્ડ તરફથી ઉતરશે. ઝેનલ લેફ્ટ હેન્ડ બેટર છે અને તે ઓપનર તરીકે ઉતરી શકે છે. જો ડેનલી તેના કાકા છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનર ડેવોન સ્મિથનો ભત્રીજો ડેવોની જોસેફ વિકેટકીપર બેટર છે. જોસેફ પણ વિન્ડીઝ તરફથી વિશ્વકપમાં રમતો જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news