AUSsvSA: વનડેમાં સતત સાત મેચ ગુમાવ્યા બાદ ઓસિને મળી જીત, આફ્રિકાને 7 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ એડિલેડ વનડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વનડે શ્રેણીમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 

AUSsvSA: વનડેમાં સતત સાત મેચ ગુમાવ્યા બાદ ઓસિને મળી જીત, આફ્રિકાને 7 રને હરાવ્યું

એડિલેડઃ કાગિસો રબાડા (54/4) બાદ ડેવિડ મિલર (51)ની અડધી સદી છતાં દક્ષિણ આફ્રિકા અહીં ઓવલ મેદાન પર શુક્રવારે બીજી વનડે મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે સાત રને હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-1ની બરોબરી કરી લીધી છે. વનડેમાં સતત સાત મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત છે. 

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 48.3 ઓવરમાં 231 રન પર સમેટી દીધું પરંતુ પ્રવાસી ટીમ લક્ષ્ય સુધી ન પહોંચી શકી અને તે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ પર 224 રન બનાવી શકી હતી. હવે આ શ્રેણી 1-1થી બરોબર થઈ ગઈ છે. 

દક્ષિણ આફ્રિકા માટે મિલરે 71 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ચા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તે સિવાય કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 47, રીઝા હેનરિક્સે 16, એડિન મારક્રમે 19, હેનરિક ક્લાસેને 14 અને ડ્વાને પ્રીટોરિયસ 14 તથા લુંગી એન્ગિડીએ અણનમ 19 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોયનિસે 35 રન આપીને ત્રણ, સ્ટાર્કે 51 રન આપીને બે, હેઝલવુડે 42 રનમાં બે તથા પેટ કમિન્ટે 27 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 

આ પહેલા યજમાન ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કૈરી (47), ક્રિસ લિન (44) અને કેપ્ટન ફિન્ચ (41)ની ઉપયોગી ઈનિંગની મદદથી 48.3 ઓવરમાં 231 રન બનાવ્યા હતા. ફિન્ચને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે સિવાય શોન માર્શ 22, એડમ ઝમ્પા 22 અને ગ્લેન મેક્સવેલે 15 રનનું યોગદાન આપ્યું હતું. 

દક્ષિણ આફ્રિકા માટે રબાડા સિવાય પ્રીટોરિયસે 32 રનમાં ત્રણ, ડેલ સ્ટેને 31 રનમાં બે અને એન્ગિડીએ એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news