Virat Kohli: આખો પરિવાર રડી રહ્યો હતો અને હું... પિતાના અવસાન પર આંસુ પણ સારી શક્યો નહોતો વિરાટ, પછી ભાઈને આપ્યું વચન

5 Nov, Virat Birthday: વિરાટે અમેરિકી પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં મારા પિતાને મારી આંખોની સામે છેલ્લો શ્વાસ લેતા જોયા છે. જ્યારે વિરાટના પિતાનું અવસાન થયું ત્યારે તે દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.

Virat Kohli: આખો પરિવાર રડી રહ્યો હતો અને હું... પિતાના અવસાન પર આંસુ પણ સારી શક્યો નહોતો વિરાટ, પછી ભાઈને આપ્યું વચન

Virat Kohli Birthday: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીનો આજે (5 નવેમ્બર) જન્મ દિવસ છે. જો કે વિરાટ સાથે એવી ઘણી વાતો જોડાયેલી છે જે આજ સુધી બહાર આવી નથી. ક્યારેક વિરાટની અમુક વાતો તેના કોચે જણાવી, તો ક્યારેક તેના પરિવાર અને મિત્રોએ રહસ્ય ખોલ્યું. વિરાટે એક વખત કહ્યું હતું કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે રડી પણ ન શક્યો નહોતો. વિરાટે કહ્યું હતું કે તેના પિતાના મૃત્યુની તેના જીવન પર સૌથી વધુ ઊંડી અસર પડી હતી, પરંતુ તેને મુશ્કેલીઓ સાથે પણ લડતા શીખવ્યું.

પિતાના સપનાને પુરા કર્યા 
વિરાટે અમેરિકી પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં મારા પિતાને મારી આંખોની સામે છેલ્લો શ્વાસ લેતા જોયા છે. જ્યારે વિરાટના પિતાનું અવસાન થયું ત્યારે તે દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો. ત્યારે વિરાટે તેના મોટા ભાઈને કહ્યું હતું કે તે દેશ માટે ક્રિકેટ રમવા માંગે છે અને જો તેના પિતાનું પણ આ જ સપનું હશે તો તે તેને પૂરું કરશે.

ખરાબ સમયનો સામનો કરતા શીખ્યો
આ વાત વર્ષ 2006ની છે, ત્યારે વિરાટ દિલ્હીની રણજી ટીમનો હિસ્સો હતો. કોહલીના પિતા પ્રેમ કોહલીનું નિધન તે જ વર્ષે ડિસેમ્બરમાં થયું હતું. વિરાટે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોઈ પણ કારણોસર હું ક્રિકેટ છોડી શકું તેમ નહોતો અને પિતાના નિધન બાદ મેં નક્કી કર્યું હતું કે આ રમત મારી સૌથી મોટી પ્રાથમિકતા હશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, પિતાના નિધને મને ખરાબ સમયમાં લડવાનું શીખવાડ્યું હતું.

આખો પરિવાર રડી રહ્યો હતો પરંતુ...
વિરાટે બેનસિંગરને જણાવ્યું હતું કે, તે સમયે હું ચાર દિવસીય મેચનો હિસ્સો હતો. જ્યારે આ બધું થયું તેના આગલા દિવસે મારે બેટિંગ કરવાની હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકો આખી રાત જાગ્યા, ત્યારે કઈ ખબર નહોતી. મેં મારા પિતાને છેલ્લો શ્વાસ લેતા જોયા. અડધી રાતનો સમય હતો. અમે આજુબાજુના ડોક્ટરની પાસે ગયા, પરંતુ કોઈએ ના જોયું. પછી અમે તેમણે હોસ્પિટલ લઈને ગયા, પરંતુ દુર્ભાગ્યવશ મારા પિતાને ડોક્ટર બચાવી શક્યા નહોતા. પરિવારના તમામ લોકો રડી રહ્યા હતા અને તૂટી ગયા હતા, પરંતુ મારી આંખોમાંથી આંસુ આવી રહ્યા નહોતા. હું તો એ જ સમજી શકતો નહોતો કે શું થઈ ગયું? હું આ બધું જોઈને સન્ન હતો.

ક્રિકેટ ના છોડી
વિરાટે પોતાના કોચને સવારે આ વિશે સવારે જણાવ્યું, તેમણે કહ્યું, મેં મારા કોચને સવારે ફોન કર્યો અને મારા પિતા વિશે જણાવ્યું. સાથે એવું પણ કહ્યું કે હું આગામી મેચનો હિસ્સો બનવા માંગું છું, કારણ કે ગમે તે થઈ જાય હું આ ખેલને છોડવા માંગતો નહોતો. જ્યારે હું મેદાન પર ઉતર્યો તો મારા એક મિત્રને જણાવ્યું. તેણે બાકી સાથીઓને મારા પિતા વિશે સમાચાર આપ્યા. જ્યારે ડ્રેસિંગ રૂમમાં મારી ટીમ સાથી મને સાંતવના આપી રહ્યા હતા, ત્યારે હું વિખેરાઈ ગયો અને રોવા લાગ્યા.'

ભાઈને કર્યો વાયદો
વિરાટે કહ્યું કે હવે તેને લાગે છે કે તે મુશ્કેલ સમયે તેને સૌથી વધુ અસર કરી. તેણે કહ્યું, 'હું મેચમાંથી આવ્યો હતો અને અંતિમ સંસ્કાર થયા હતા. ત્યારબાદ મેં મારા ભાઈને વચન આપ્યું કે હું ભારત માટે રમીશ. ટીમ ઈન્ડિયા માટે રમશે. પપ્પા હંમેશા ઇચ્છતા હતા કે હું ભારત માટે રમું. એ પછી જીવનમાં બધું બીજું આવ્યું. મારા માટે ક્રિકેટ પ્રથમ પ્રાથમિકતા બની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news