વિરાટ કોહલીએ અનુષ્કા સાથે વીડિઓ પોસ્ટ કરીને આપી ન્યૂ યરની શુભેચ્છા

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ અને અનુષ્કા સ્વિટ્ઝર્લેન્ડમાં છે. તેઓ સતત ફોટો પણ શેર કરતા રહે છે. 

વિરાટ કોહલીએ અનુષ્કા સાથે વીડિઓ પોસ્ટ કરીને આપી ન્યૂ યરની શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ફેન્સને ન્યૂ યરની શુભેચ્છા મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિઓ પોસ્ટ કરીને આપી છે. વિરાટ અને તેની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં બરફની હારમાળામાં રજાનો આનંદ માણી રહ્યાં છે. તેમણે તે નથી જણાવ્યું કે, તે કઈ જગ્યા પર છે, પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ અને અનુષ્કા સ્વિટ્ઝર્લેન્ડમાં છે. 

વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડથી એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે અને અનુષ્કા હાથમાં હાથ નાથીને ઉભા છે. ઠંડીને કારણે બંન્નેએ જેકેટ પહેર્યું છે જ્યારે અનુષ્કાએ કેપ પણ પહેરી છે. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

વીડિયોમાં વિરાટ કહે છે, 'અહીં અમે ખુબસુરત ગ્લેશિયર વચ્ચે છીએ, તેથી અમે વિચાર્યું કે, તમને ન્યૂ યરની શુભેચ્છા પહેલા આપી દેવામાં આવે. ત્યારબાદ અનુષ્કા કહે છે, 'હાં, અમને આશા છે કે તમારા માટે વર્ષ 2019 ખુબ સારૂ પસાર થયું હશે અને પ્રાર્થના કરીએ કે આવનારૂ વર્ષ પણ ખુબ સારૂ રહે.''

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❄️⛷😃

A post shared by Virat Kohli (@virat.kohli) on

A post shared by Virat Kohli (@virat.kohli) on

અનુષ્કા પોતાના પતિને ગળએ લગાવતા આગળ કહે છે, 'હેપ્પી ન્યૂ યર અમારા બંન્ને તરફથી. પછી વિરાટ પણ પોતાના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપે છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news