વિરાટ કોહલી ઈચ્છે છે IPLમાં ન રમે આ બોલર, જાણો કેમ?

ભારતીય કેપ્ટનના આ પ્રસ્તાવને કોઈને ખાસ સમર્થન મળ્યું નથી અને બોર્ડના અધિકારીઓએ કહ્યું કે, ફ્રેન્ચાઇઝી સંભવતઃ તેનાથી સહમત નહીં થાય. 
 

વિરાટ કોહલી ઈચ્છે છે IPLમાં ન રમે આ બોલર, જાણો કેમ?

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વ કપ પહેલા યોજાનારી ઈન્ડિય પ્રીમિયર લીગ (IPL)માં ફાસ્ટ બોલરોને વિશ્રામ આપવા ઈચ્છે છે પરંતુ હાલમાં પ્રશાસકોની સમિતિ (સીઓએ)માં રાખેલા આ પ્રસ્તાવને ફ્રેન્ચાઇઝી ટીમોનું સમર્થન મળવાની આશા નથી. હૈદરાબાદમાં હાલમાં સીઓએની સાથે બેઠક દરમિયાન કોહલીએ ફાસ્ટ બોલર વિશેષ કરીને જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આખા આઈપીએલમાં વિશ્રામ આપવાનું સૂચન આપ્યું જેથી તે 2019માં ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે સંપૂર્ણ સ્વસ્થ રહે. 

ભારતીય કેપ્ટનના આ પ્રસ્તાવને પરંતુ કોઈ ખાસ સમર્થન ન મળ્યું અને બોર્ડના અધિકારીઓએ કહ્યું કે ફ્રેન્ચાઇઝી સંભવત તેના પર સહમત નહીં થાય. 

બેઠકમાં હાજર  બોર્ડના એક મુખ્ય અધિકારીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આઈપીએલ 29 માર્ચથી શરૂ થઈને 19 મેએ સમાપ્ત થશે. ભારતે વિશ્વ કપમાં પોતાનો પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે અને તેમાં 15 દિવસનું અંતર હશે. તેથી ફાસ્ટ બોલરોને સંપૂર્ણ આઈપીએલમાંથી વિશ્રામ આપવાની સંભાવના ઓછી છે. 

ત્યાં સુધી કે બેઠકમાં હાજર સીમિત ઓવરોના કેપ્ટન રોહિત શર્મા પણ વિરાટ કોહલીથી સહમત ન હતો. અધિકારીઓએ કહ્યું, જ્યારે કોહલીએ પોતાનો વિચાર રાખ્યો તો સીઓએ પ્રમુખ વિનોદ રાયે રોહિતનું મંતવ્ય જાણ્યું. રોહિતે કહ્યું કે, જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચે છે અને બુમરાહ ફિટ રહે છે તો તેને વિશ્રામ  ન આપી શકીએ. 

ICC World Cup 2019, India

બેઠકમાં ઉપસ્થિત એક અન્ય અધિકારીએ કહ્યું કે, આ અજીબ છે કે, ભારતીય કેપ્ટને ફાસ્ટ બોલરોને આઈપીએલમાંથી વિશ્રામ આપવાની વાત કહી. 

તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોથી આઈપીએલ ટ્રેનર અને ફિઝિયો ખેલાડીઓની વ્યસ્તતાને લઈને ભારતીય ટીમના સહયોગી સ્ટાફની સાથે મળીને કામ કરે છે. આગામી વર્ષે પણ આમ થશે અને ફાસ્ટ બોલર તમામ મેચોમાં નહીં રમે. 

અધિકારીએ કહ્યું, મુખ્ય મુદ્દો ભુવી અને બુમરાહ સાથે જોડાયેલો છે કારણ  કે, શમી, ઉમેશ અને ખલીલ પોતાની ફ્રેન્ચાઇઝીની સ્વાભાવિક પસંદ નથી અને થઈ શકે કે, તે આઈપીએલની તમામ મેચ ન રમે. 

તેણે કહ્યું, વિરાટ ઈચ્છે છે કે, તેના બે મુખ્ય પ્રમુખ બોલરને આઈપીએલમાંથી વિશ્રામ આપવામાં આવ્યો પરંતુ તેની વિપરીત અસર પડી શકે છે, કારણ કે તે વિશ્વ કપના બે મહિના પહેલાથી મેચ પ્રેક્ટિસથી દૂર રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news