ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ ગુસ્સામાં પાકિસ્તાન, વકાર યૂનુસે ટ્વીટર પર ઉઠાવ્યા સવાલ

પાકિસ્તાન આ મેચમાં ભારતને સમર્થન કરી રહ્યું હતું, કારણ તે તેમાં જીતથી સરફરાઝ અહમદની આગેવાની વાળી ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવની વધી જાત. 

 ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ ગુસ્સામાં પાકિસ્તાન, વકાર યૂનુસે ટ્વીટર પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના હાથે ટીમ ઈન્ડિયાની હારને પાકિસ્તાની ફેન્સ અને પૂર્વ ક્રિકેટર તથા પત્રકારો પચાવી શક્યા નથી. હાર બાદથી પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ડરી ગયા છે. ટીમ ઈન્ડિયા પર પાક ફેન્સની જેમ નિશાન સાધી રહ્યાં છે. ટીમ ઈન્ડિયા પર હુમલો કરનારમાં હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યૂનુસનું નામ પણ જોડાઇ ગયું છે. યૂનુસે ભારતની વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ સામે થયેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ખેલ ભાવના પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતની હાર પર સવાલ ઉઠાવ્યા છે. 

વકારે ભારતની હાર પર કાઢી ભડાસ
પાકિસ્તાન આ મેચમાં ભારતનું સમર્થન કરી રહ્યું હતું, કારણ કે તેમાં જીતથી સરફરાઝ અહમદની આગેવાની વાળી ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી જાત. ભારત પરંતુ રવિવારે 338 રનના લક્ષ્યનો પીછો કરતા પાંચ વિકેટ પર 306 રન બનાવી શક્યું અને ટૂર્નામેન્ટમાં તેણે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ વકારે ટ્વીટર પર પોતાનો ગુસ્સો કાઢ્યો. તેણે લખ્યું, 'તે મહત્વ રાખતું નથી કે તમે કોણ છો... તમે જીવનમાં શું કરો છો, તેનાથી ખ્યાલ આવે છે કે તમે કોણ છો, પરંતુ એક વાત પાક્કી છે...કેટલાક ચેમ્પિયનની ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી અને તે તેમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં...'

— Waqar Younis (@waqyounis99) June 30, 2019

વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારત પર સાધ્યું નિશાન
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતની ઈંગ્લેન્ડ સામે હાર બાદ સવાલ ઉઠાવ્યા છે. મીરે ટ્વીટ કરી રહ્યું, 'મે બાસિલ અલી દ્વારા આપવામાં આવેલા દાવાને વધુ મહત્વ ન આપ્યું પરંતુ સિકંદર બખ્તના વિચારને ધ્યાન પૂર્વક સાંભળ્યું. તેણે બે દિવસ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે ભારત જાણી જોઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ હારશે જેથી પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જાય અને તે સાચા સાબિત થયા છે.'

આ પહેલા પૂર્વ ક્રિકેટર બાસિત અલી અને સિકંદર બખ્તે આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહાર રાખવા માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી શકે છે. ઈંગ્લેન્ડના હવે 10 પોઈન્ટ છે અને પાકિસ્તાનથી એક પોઈન્ટ વધુ છે. ઈંગ્લેન્ડે આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે અને પાકિસ્તાને બાંગ્લાદેશ સામે રમવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news