ભારત-પાકિસ્તાન મેચ માટે આજે અમદાવાદ આવશે PCBના વડા, જાણો શું છે કારણ

પાકિસ્તાની મીડિયાને આ મેચ કવર કરવા આવવા માટેની મંજૂરી મળ્યા બાદ પીસીબીના વડા ઝાકા અશરફે ભારત આવવાનો નિર્ણય લીધો.

ભારત-પાકિસ્તાન મેચ માટે આજે અમદાવાદ આવશે PCBના વડા, જાણો શું છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં તૈયાર થઈ ગયો છે મંચ. ખેલાશે ક્રિકેટ જગતનો સૌથી મોટો મુકાબલો. વર્લ્ડ કપમાં ફરી એકવાર આમને સામને હશે ભારત અને પાકિસ્તાન. આ મુકાબલો જોવા માટે ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાભરના દેશોમાં કરોડો ક્રિકેટ ચાહકો આતુર હોય છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં સતત 7 વાર ભારત અને પાકિસ્તાનમાંથી ભારત આ મુકાબલો જીત્યું છે. આ વખતે ટીમ ઈન્ડિયા સતત 8 મી વાર આ મુકાબલો જીતવા માટે મેદાનમાં ઉતરશે. જ્યારે પાકિસ્તાન આ ઈતિહાસ બદલવાના ઈરાદા સાથે મેદાન-એ-જંગમાં શામેલ થશે. ત્યારે આ મહામુકાબલા પહેલાં પાકિસ્તાનથી આવી રહી છે મોટી ખબર. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે, પીસીબીના વડા આજે અમદાવાદ પહોંચશે. 

ઉલ્લેખનીય છેકે, આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી અગત્યની અને રોમાંચક બનનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની 14મી ઓક્ટોબરની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચ નિહાળવા માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા ઝાકા અશરફ ગુરુવારે અમદાવાદ આવી પહોંચશે. વર્તમાન વર્લ્ડ કપમાં હજી સુધી પાકિસ્તાની મીડિયાને ભારત આવવા માટે કવરેજ માટે ભારત આવવા માટે અરજી કરી હતી પરંતુ તેમની વિઝા પ્રક્રિયામાં ICC વિલંબ થયો હતો. તેનો અર્થ એ થતો હતો કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુમાવી દેવાના હતા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે મેં મારો ભારતનો પ્રવાસ વિલંબમાં મૂક્યો હતો પરંતુ હવે ગુરુવારે હું પ્રવાસ કરી રહ્યો છું અને મેં એ બાબતું ધ્યાન રાખ્યું હતું કે પાકિસ્તાની પત્રકારોને વર્લ્ડ કપ કરવા માટે હવે તેમના પાસપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news