સિંધુએ વિશ્વ ટૂર ફાઇનલ્સમાં જીત સાથે કરી શરૂઆત

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં જીત સાથે શરૂઆત કરી છે. તેણે વિશ્વની બીજા નંબરની ખેલાડી જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમ્સમાં હરાવી હતી. 

સિંધુએ વિશ્વ ટૂર ફાઇનલ્સમાં જીત સાથે કરી શરૂઆત

ગ્વાંગ્ઝૂઃ ઓલમ્પિક સિલ્વર મેડલિસ્ટ વિજેતા પીવી સિંધુએ વિશ્વ ટૂર ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ ગ્રુપ-એના પ્રથમ મેચમાં બુધવારે અહીં વિશ્વ નંબર ટૂ અને હાલની ચેમ્પિયન અકાને યામાગુચીને સીધા સેટમાં પરાજીત કરીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. તો સમીર વર્માનો તેના પ્રથમ મેચમાં પરાજય થયો છે. વર્માને જાપાનના કંતો મોમોતાએ સીધા સેટમાં 21-18, 21-6થી હરાવ્યો હતો. 

દુબઈમાં ગત વખતે ઉપ વિજેતા રહી સિંધુએ સંયમ અને આક્રમકતાનો શાનદાર નમૂનો રજૂ કર્યો તથા જાપાની ખેલાડીને 24-22, 21-15થી હરાવી હતી. 

ટૂર્નામેન્ટમાં ત્રીજીવાર ભાગ લઈ રહેલી સિંધુની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ગેમમાં 6-11થી પાછળ રહ્યાં બાદ સિંધુએ વાપસી કરી હતી. 

પ્રથમ ગેમ 27 મિનિટ સુધી ચાલી અને તેમાં બંન્ને શટલરે એકબીજા પર હાવી થવામાં કોઈ કસર છોડી નહતી. સિંધુએ પોતાના વિરોધીની બેકહેન્ડ પર સ્મૈશ લગાવીને સ્કોર 19-19થી બરોબર કરી લીધો હતો. ત્યારબાદ ખેલાડીઓની માનસિકતાની પરીક્ષા હતી જેમાં સિધું અવલ્લ કરી અને તેણે પ્રથમ ગેમ તેના નામે કરી લીધી હતી. 

બીજી ગેમમાં યામાગુચીએ ભારતીય ખેલાડીના બેકહેન્ડને નિશાન પર રાખીને દબાવ બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સિંધુ આ પડકાર માટે તૈયાર હતી અને તેણે જાપાની ખેલાડીને કરારો જવાબ આપીને 3-1થી લીડ મેળવી લીધી હતી. યામાગુચીએ દબાવ બનાવી રાખ્યો અને સિંધુએ એક ભૂલ કરી જેના કારણે જાપાની ખેલાડીએ 6-3ની લીડ મેલવી લીધી હતી. 

યામાગુચીએ ત્યારબાદ એક શોટ બહાર માર્યો અને એકવાર તેની શટલ નેટ સાથે પણ ટકરાય હતી. તેનાથી સિંધુને વાપસીની તક મળી અને તે 8-7થી આગળ થઈ ગઈ હતી. યામાગુચીએ હાર ન માની અને તે ઇન્ટરવેલ સુધી 11-10થી આગળ થઈ ગઈ હતી. સિંધુએ બ્રેક બાદ જાપાની ખેલાડીની ભૂલનો ફાયદો ઉઠાવીને 14-11ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ તેણે 18-11ની મજબૂત લીડ મેળવી લીધી હતી. 

યામાગુચીએ જ્યારે શોટ નેટ પર માર્યો તો સિંધુને છ મેચ પોઈન્ટ મળી ગયા. જાપાનીએ એક મેચ પોઈન્ટ બચાવ્યો પરંતુ તે ફરીથી નેટ પર ચાલી ગઈ અને સિંધુએ મેચ તેના નામે કરી લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં પ્રત્યેક ગ્રુપમાંથી બે-બે ખેલાડી સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે ત્યારબાદ નોકઆઉટનો ડ્રો થશે. સિઝનની આ છેલ્લી ટૂર્નામેન્ટમાં ટોપ-8 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news