YEAR ENDER 2018: એથલેટિક્સમાં સનસની બનીને ઉભરી હિમા દાસ
Sports Year Ender 2018 હિમા આઈએએએફ વિશ્વ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ટોંચનું સ્થાન હાસિલ કરી રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ તેણે એશિયન ગેમ્સમાં 50.79 સેકન્ડ રેકોર્ડો સમય કાઢીને સિલ્વર મેડલ જીત્યો.
Trending Photos
નવી દિલ્હીઃ ફર્રાડા દોડની નવી સનસની હિમા દાસ અને ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ વર્ષ 2018મા ભારતનો ઝંડો લહેરાવ્યો, જ્યારે ડોપિંગે ફરી એકવાર ભારતીય એથલેટિક્સને શર્મશાર કર્યું. હિમા દાસ વિશ્વ સ્તર પર કોઈ એથલેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. તેણે ઉનિલેન્ડમાં આઈએએએફ વિશ્વ અન્ડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપ (400 મીટર)મા ટોંચનું સ્થાન હાસિલ કર્યું. હિમા પહેલા કોઈપણ ભારતીય મહિલા કોઈપણ સ્તર પર વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. તે ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.
આસામની ધીંગ ગામની 18 વર્ષની હિમા ફિનલેન્ડમાં મળેલી સફળતા બાદ રાતોરાત સ્ટાર બની ગઈ. તેણે એશિયન ગેમ્સમાં 50.79 સેકન્ડનો સમય કાઢીને સિલ્વર મેડલ જીત્યો. આંતરરાષ્ટ્રીય એલીટ વર્ગમાં તેનો માર્ગ એટલો આસાન રહેશે નહીંત તે સત્રના અતમાં એશિયામાં બીજા અને વિશ્વમાં 23મા સ્થાને રહી. બીજીતરફ ભારતની ઓલમ્પિકની આશા બનીને ઉભરી રહેલા નીરજ ચોપડાએ રાષ્ટ્રમંડળ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.
છ ફૂટ લાંબા પાનીપતના નીજરે આ વર્ષે બે વખત પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. તેણે એશિયન ગેમ્સમાં 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો. નીરજે છેલ્લા બે વર્ષમાં ઘણા આશા પૂરી કરી છે. તે ડાયમંડ લીગ સિરીઝમાં 12 પોઈન્ટ લઈને છઠ્ઠા સ્થાન પર રહ્યો અને વિશ્વના સર્વશ્રેષ્ઠ અથલીટની આ લીગમાં આ મુકામ સુધી પહોંચનારો તે પ્રથમ ભારતીય એથલીટ બન્યો હતો.
ભારતની પાસે હવે નીરpના રૂપમાં વિશ્વ સ્તરીય એથલીટ છે અને તેની ઉંમર પણ વધુ નથી, જેથી ટોક્યો ઓલમ્પિક 2020મા ભારત માટે મેડલ જીતનાર એથલીટ બની શકે છે. પૂર્વ વિશ્વ રેકોર્ડધારી ચેક ગણરાજ્યના યૂવી હોનના માર્ગદર્શનમાં નીજરની નજર હવે 90 મીટરના આંકડાને પાર કરવા પર છે. તેણે આ સિઝનના અંતમાં વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. જ્યૂરિખમાં ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપડા સામાન્ય અંતરથી બ્રોન્ઝ મેડલ ચુકી ગયો હતો. ઓલમ્પિક ચેમ્પિયન જર્મનીના થામસ રોલરે તેને ત્રણ સેન્ટીમીટરના અંતરથી હરાવ્યો હતો.
જલપાઈગુડીની સ્વપ્ના બર્મને દાંતમાં દુખાવા છતાં એશિયન ગેમ્સની હેપ્ટાથલન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો. તે આ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય છે. એકવીસ વર્ષની સ્વપ્નાએ બે દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં 6026 પોઈન્ટની સાથે ગોલ્ડ જીત્યો હતો. આ દરમિયાન ઉંચી કૂદ (1003 પોઈન્ટ) અને ભાલાફેંક (872 પોઈન્ટ)માં પ્રથમ તથા ગોળા ફેંક (707) અને લાંબી કૂદ (865)માં બીજું સ્થાન હાસિલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વપ્નાના બંન્ને પગમાં છ-છ આંગળીઓ છે. પરંતુ તે એશિયન ગેમ્સમાં સામાન્ય પગરખા પહેરીને ઉતરી હતી.
બીજીતરફ ટ્રિપલ જંપ ખેલાડી અરપિંદર સિંહ આઈએએફ કોન્ટિનેન્ટલ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બની ગયો. સ્થાનિક એથલેટિક્સમાં જિનસન જોનસને 800 મીટરમાં શ્રીરામ સિંહનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને 45.65 સેન્કનો સમય કાઢ્યો. દુતી ચંદ (મહિલાઓની 100 મીટર), મોહમ્મદ અનસ (પુરૂષોની 400 મીટર), જોનસન (પુરુષોની 1500 મીટર) અને મુરલી શ્રીશંકર (પુરૂષોની લાંબા કૂદ)માં પણ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા છે.
ભારતીય એથલીટોએ આ વર્ષે એશિયન ગેમ્સમાં 19 મેડલ જીત્યા, જેમાં સાત ગોલ્ડ, 10 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. જે 1978 બેંગકોંગ ગેમ્સ બાદ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ભારતે એથલેટીક્સમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સિઝનના અંતમાં ડોપિંગનો પડછાયો પણ ભારતીય એથલેટિક્સ પર પડ્યો, જ્યારે એશિયન ચેમ્પિયન રિલે દોડવિર નિર્મલા શેરોને પ્રતિબંધિત દવાનું સેવન કરવાની દોષી સાબિત થઈ હતી. આ સિવાય મધ્યમ અંતરની દોડવીર સંજીવની યાદવ, ઝુમા ખાતૂન, ચક્ર ફેંક ખેલાડી સંદીપ કુમાર, શોટ પુટ ખેલાડી નવીન પણ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
લાંબા અંતરના દોડવીર નવીન ડાગરનો પણ ડોપિંગ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને એશિયન ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પહેલા કેટી ઇરફાન અને રાકેશ બાબૂને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં નો સીરિંઝ નીતિના ઉલ્લંઘનને કારણે બહાર કરી દેવામાં આવ્યા હતા. અનુભવી ચક્ર ફેંક ખેલાડી વિકાસ ગૌડાએ 15 વર્ષના શાનદાર કરિયર બાદ એથલેટિક્સને અલવિદા કહી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે