અર્જુન મોઢવાડિયા News

8 બેઠકોની પેટાચૂંટણી માટે 8 સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી જવાબદારી
રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી (gujarat vidhansabha byelection) નો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ ( Gujarat congress) પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનીયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. 
Jul 2,2020, 12:52 PM IST
સુરત: MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડનો માનહાનિનો દાવો
Feb 5,2019, 12:00 PM IST
સુરત MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડના માનહાનિનો દાવો
Feb 5,2019, 8:47 AM IST

Trending news