કોરોના સામે જંગ News

સુરત: લોકડાઉનમાં લોકોની મદદે આવ્યાં લલિત વસોયા, 21 બસના ભાડા ચૂકવ્યા
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા લોકડાઉનમાં હેરાન પરેશાન થતા લોકોની વ્હારે આવ્યાં. તેમણે પોતાના મતદાતાઓને વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે શ્રમિકોને હાલાકી પડતા મદદ કરી. ધારાસભ્ય લલિત વસોયાએ 21 બસોના ભાડા ચૂકવ્યા. લોકડાઉનના કારણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પોતે સુરત આવી પહોચ્યાં છે અને પોતાના મતદારોના જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ તમામના રૂપિયા ભરવામાં આવી રહ્યાં છે. 
May 10,2020, 13:51 PM IST
Corona સામેની જંગમાં 92 વર્ષના સુમનદાદા બન્યા સુપરહીરો
May 10,2020, 13:20 PM IST
જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કામકાજ બંધ
મોડી રાતે જામનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે. આ સાથે જ જામગનરમાં કોરોનાના કુલ 26 પોઝિટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. મોડી રાતે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જામનગરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેર-જિલ્લામાં પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક મહત્વના સમાચાર એ છે કે ઝી 24 કલાકના અહેવાલ બાદ આજધી 17મી મે સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર-ધંધા બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં ન આવતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 
May 10,2020, 8:56 AM IST

Trending news