પરપ્રાંતિય News

મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા
May 29,2020, 13:09 PM IST
સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકો (migrants) ને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત (Gujarat) અને બિહાર (Bihar) ના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
May 29,2020, 10:24 AM IST
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી
શ્રમિક ટ્રેનો બસ દ્વારા પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. કોરોનાથી ભયયુક્ત બનેલા શ્રમિકો પોતપોતાના વતન સરળતાથી અને સુખરૂપ પહોંચી શકે તે હેતુથી ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. તો કેટલાક ગરીબ પરપ્રાંતિયો મજબૂર થઈને પગપાળા વતન તરફ જવા નીકળ્યા છે. આવામાં, સૌથી વધુ મહત્વનું વતન પહોંચવું છે. પોતાના લાડકવાયા કે સ્નેહીજનની ચિંતા કોને ન હોય ?  ટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ શ્રમિકો પોતાને નસીબદાર ગણી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો. માદરે વતન ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પરત ફરી રહેલા અને પોતાની રાહ જોઇ રહેલા પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતા વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇ ભાવવિભોર બન્યા હતા. સાથે જ તેમનો દીકરો જલ્દી જ પરત ફરશે તેવી આશા જાગી હતી.
May 20,2020, 9:31 AM IST
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
May 20,2020, 8:15 AM IST
પોલીસવડાની મહત્વની જાહેરાત, આગામી ત્રણ-ચાર દિવસ શ્રમિકો માટે ઓરિસ્સા જવાની ટ્રેન નહિ
રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 
May 17,2020, 17:08 PM IST
કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો
કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 
May 15,2020, 19:52 PM IST
વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોનો દહેજમાં ચક્કાજામ કરીને હોબાળો
લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
May 14,2020, 11:31 AM IST
આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા
અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.
May 14,2020, 9:06 AM IST
અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો
May 13,2020, 10:27 AM IST

Trending news