પીસીબી News

પાડોશીઓને હતું કે ઘરમાં વેચે છે દવા, PCB એ દરોડો પાડ્યો તો લોકો ચોંકી ઉઠ્યા કારણ કે.
ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા. 
Sep 3,2020, 23:13 PM IST
હિંદુ હતો તેથી મારી સાથે દુર્વ્યવહાર થયો: દાનિશે PAK ક્રિકેટનું કાળુ પડખું
Dec 26,2019, 22:51 PM IST

Trending news