રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા News

જલદી કરો, અયોધ્યામાં બંપર નોકરીઓ! રામ મંદિર બનતા જ આ ક્ષેત્રે 20થી 25 હજાર નોકરીઓ...
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. આ ભવ્ય કાર્યક્રમથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે. આનો સૌથી મોટો ફાયદો નોકરીની શોધમાં રહેલા બેરોજગાર લોકોને થશે, કારણ કે હવે અયોધ્યામાં નોકરીઓની ભરમાર થવા જઈ રહી છે. મોટાભાગની નોકરીઓ પર્યટન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે. 25 હજાર નોકરીઓનું સર્જન થયું હોવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા છ મહિનામાં જ 10,000થી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. જ્યારે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણથી લઈને 22 જાન્યુઆરી સુધી 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
Jan 28,2024, 16:15 PM IST
ગોંડલ બન્યુ રામમય : 1008 બાળકોએ શ્રીરામનો વેશ કરીને નીકળતા અયોધ્યા જેવું લાગ્યું
Gondal News : સમગ્ર દેશમાં રામલલાને વધારવા માટે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રીરામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં 1008 બાળકોને રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર યાત્રામાં જોડવામાં આવ્યા હતા. અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં આ બાળકોએ શ્રીરામ ના નારા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આજના આ પરમ પવિત્ર અવસરે અક્ષર મંદિરે વિશાળ રંગોળી રચવામાં આવી છે અને મંદિરને ધજા પટાકા દ્વારા શણગારવામાં આવ્યું છે. આમ આજનો આ દિવ્ય પ્રસંગ સંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમપૂર્વક શ્રી અક્ષર મંદિરે ઉજવવામાં આવ્યો.
Jan 22,2024, 10:40 AM IST

Trending news