19 માર્ચના સમાચાર News

કોરોના વાયરસ સામે ગુજરાતના મોટા શહેરોમાં કેવા લેવાયા છે પગલા, જાણો અહીં
કોરોનાના કહેરમાં ધીરે ધીરે વધુ રાજ્યો સામેલ થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. જેમાં હાલ સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રમાં છે, જ્યાં સૌથી વધુ કોરોના (Corona Virus)ના 49 કેસ પોઝીટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દરેક સ્ટેશન, દરેક એરપોર્ટ, દરેક બસ સ્ટોપ, મંદિરોમાં સૂચક પગલા લેવાઈ રહ્યાં છે. અનેક મંદિર, જાહેર સ્થળો બંધ કરાવી દેવાયા છે. ત્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં કેવી છે પરિસ્થિતિ અને કેવા પગલા લેવાયા છે તેના પર એક નજર કરીએ. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભા કરી દેવાયા છે, જ્યાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેઓને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવી રહી છે. 
Mar 19,2020, 15:14 PM IST
વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી
ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર દરમિયાન આજે મોટી હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ પ્રશ્નોત્તરી અવર્સ છોડીને વિધાનસભાની બહાર રવાના થયા હતા. મુખ્યમંત્રી બાદ બીટીપી (BTP) ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ગૃહમાંથી રવાના થતા રાજકીય દોડધામ તેજ બની હતી. તો બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા હતા. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. આમ, મહેશ વસાવા રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) માં કોના તરફી મત આપશે તે વિવાદ ઘેરાતો જાય છે. 
Mar 19,2020, 14:02 PM IST
જેમના ઘરની બહાર ટોળેટોળા જામતા હતા, આજે કોરોનાને કારણે આવી છે હાલત
Mar 19,2020, 12:25 PM IST
શારજાહથી સુરત આવેલી ફ્લાઈટનાં 48 મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરાયું
કોરોના વાઈરસ (Corona Virus) નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, ભારતમાં અત્યાર સુધીમાં 165 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, તો ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીઓ સતત દેશમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે વિદેશથી આવતા યાત્રીઓને કારણે ભારતીયોની સ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આવતા તમામ મુસાફરોની વ્યવસ્થિત સ્ક્રીનીંગ કરવાના આદેશ આપ્યા હતાં. સાથે જ યુએઈ, ઈરાન, ઇટલી સહિતના દેશોમાંથી આવતા મુસાફરોને 14 દિવસ માટે કોરોન્ટાઇન વોર્ડમાં ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે 18 માર્ચે શારજાહથી સુરત (surat) આવેલી ફ્લાઈટનાં ૪૮ જેટલા મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જોકે ભારે ઊહાપો ન થાય તે માટે તમામ દર્દીઓ પૈકી બાળકો અને યુવાનો મળી 45 લોકોને હોમ કોરોન્ટાઇન એટલે પોતાના ઘરે જ 14 દિવસ સુધી રહેવાની તાકીદ કરવામાં આવી હતી. 
Mar 19,2020, 10:49 AM IST
#CoronaVirus: બોલિવુડ કરતા પણ વધુ નુકસાન ટીવી ઈન્ડસ્ટ્રીઝને થઈ રહ્યું છે
કોરોના વાયરસ (CoronaVirus) ની અસર ન માત્ર દેશમાં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે ફેલાઈ ગઈ છે. દરેક કોઈના બિઝનેસનું દેવાળિયું ફૂંકાઈ રહ્યું છે. સૌથી વધુ જો ભારત દેશની વાત કરીએ તો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ (TV industry) પર પડી રહી છે. બોલિવુડમાં જ્યાં આંકડા 700-800 કરોડની આસપાસના નુકસાન પર જાય છે, તો ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં આ નુકસાનનો આંકડો અનેક ગણો વધુ નજર આવી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાનું કહેવુ છે કે, ભારત દેશમાં ટીવી ઈન્ડસ્ટ્રીઝ બહુ જ મોટી છે અને તેના લોકડાઉનથી ટીવી ઈન્ડસ્ટ્રીઝને 1000થી 2000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડશે. નુકસાનનો આ આંકડો હજી વધી શકે છે. પરંતુ તેની ભરપાઈ કરવી આગામા સમયમાં તો અશક્ય છે.
Mar 19,2020, 10:16 AM IST
શેરબજાર પર કોરોનાનો અજગરી ભરડો, સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ ગાબડું
Mar 19,2020, 9:56 AM IST
શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
Mar 19,2020, 9:18 AM IST
મક્કાથી પરત ફરેલા રાજકોટના શખ્સ કોરોનાના ઘેરામાં આવ્યા, બીજા 17ને પણ કોરેન્ટાઈન કરાય
ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસ (corona virus) પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવનારા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાંથી ક્યાંકને ક્યાંક કોરોના વાયરસના શંકાસ્પદ કેસ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. UAE થી પરત ફરેલા પુરૂષને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા છે. જામનગર લેબોરેટરીએ ઇન કન્કલુઝીવ રિપોર્ટ આપતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જેથી આ શખ્સના બ્લડ સેમ્પલ ફરી ચકાસવા પૂના NIV લેબોરેટરીમાં મોકલી અપાયા છે. આવતીકાલ બપોર સુધીમાં પૂના લેબોરેટરી રિપોર્ટ આપે તેવી શકયતા છે. હાલ આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીના કોન્ટેક ટ્રેકિંગ શરૂ કર્યું છે. 
Mar 19,2020, 8:56 AM IST
બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો મોટો નિર્ણય, સ્કૂલની ગાડીઓમાં CCTV કર્યા ફરજિયાત
Mar 19,2020, 8:25 AM IST

Trending news