Android યૂઝર્સ તત્કાલ અપડેટ કરે પોતાનો મોબાઇલ, ગૂગલે જાહેર કરી હાઈ લેવલ વોર્નિંગ

Google એ એન્ડ્રોયડ યૂઝર્સને લેટેસ્ટ સુરક્ષા પેચને અપડેટ કરવાનો આગ્રહ કર્યો છે. આ અપડેટ યૂઝર્સને ખામીઓથી બચાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. એન્ડ્રોયડ સ્માર્ટફોન હેકર્સ માટે પસંદગીનું ગેઝેટ હોય છે. 

Android યૂઝર્સ તત્કાલ અપડેટ કરે પોતાનો મોબાઇલ, ગૂગલે જાહેર કરી હાઈ લેવલ વોર્નિંગ

નવી દિલ્હીઃ Google એ એન્ડ્રોયડ યૂઝર્સને લેટેસ્ટ સુરક્ષા પેચને અપડેટ કરવાનો આગ્રહ કર્યો છે. આ અપડેટ યૂઝર્સને ખામીઓથી બચાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. એન્ડ્રોયડ સ્માર્ટફોન હેકર્સ અને સાઇબર ગુનેગારો માટે પસંદગીનું ગેઝેટ હોય છે. હવે જ્યારે ગૂગલ કોઈ બગથી પીડિત હોય છે તો આ ખામીઓને કારણે સાઇબર અપરાધી લોકોનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. Zero-day vulnerability આ સાઇબર હુમલાનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. 

Zero-day ખામીઓતે નબળાઈ છે જેને નિર્માતા કે વિક્રેતા દ્વારા હજુ શોધી શકાય નથી, પરંતુ સાઇબર ગુનેગારો અને ધમકી આપનાર સ્કેમર્સ દ્વારા તેનો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. Google એ એન્ડ્રોયડ યૂઝર્સ માટે એડવાઇઝરી જાહેર કરી છે જેમાં તેણે પોતાના હેન્ડસેટમાં Zero-day ખામીઓને ઠીક કરવા માટે પોતાના એન્ડ્રોયડ સ્માર્ટફોનને લેટેસ્ટ સુરક્ષા પેચથી અપડેટ કરવાનો આગ્રહ કર્યો છે. 

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ગૂગલે સિસ્ટમ મોડ્યૂલમાં કુલ મળી 14 નબળાઈઓને ઠીક કરી છે, જેમાં એન્ડ્રોયડ ફ્રેમવર્કમાં 7 અને મીડિયાપ્રોવાઇડરમાં 2 નબળાઈઓ છે, પરંતુ ફિક્સને જલદી Google Play અપડેટના માધ્યમથી રોલ આઉટ કરવામાં આવશે. તેથી એન્ડ્રોયડ યૂઝર્સને આગ્રહ કરવામાં આવે છે કે તે પોતાની ડિવાઇસને હેકર્સ અને ધમકી આપનાર સ્કેમર્સથી સુરક્ષિત રાખવા માટે પોતાના સ્માર્ટફોનને લેટેસ્ટ સુરક્ષા પેચમાં અપડેટ કરે. 

કઈ રીતે કરશો અપટેડ
સ્ટેપ 1: તમારા એન્ડ્રોયડ સ્માર્ટફોનના લેટેસ્ટ એન્ડ્રોયડ સંસ્કરણ કે સુરક્ષા પેચ પર અપડેટ કરવા માટે તમારા ફોનના સેટિંગ્સમાં જાવ.

સ્ટેપ 2: ત્યારબાદ સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો અને પછી અપડેટની તપાસ કરો.

સ્ટેપ 3: જો કોઈ અપડેટ કે સુરક્ષા પેચ ઉપલબ્ધ છે તો તેને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news