1.33 કરોડની ઓડી Q8 ભારતમાં થઇ લોન્ચ, શાનદાર ફીચર્સ તમને કરી દેશે દંગ

જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે.

1.33 કરોડની ઓડી Q8 ભારતમાં થઇ લોન્ચ, શાનદાર ફીચર્સ તમને કરી દેશે દંગ

નવી દિલ્હી: જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તે રૂ. 1.33 કરોડ અને તેથી વધુની કિંમતમાં ઉપલબ્ધ છે.
Audi-Q8-1

ઓડી ઈન્ડિયાનાં અધ્યક્ષ બલબિરસિંઘ ઢિલ્લોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ઓડી Q8ની રજૂઆત દ્વારા અમે એવા કારચાલકોને લક્ષ્ય બનાવી રહ્યાં છીએ, કે જેઓ પોતાની પર્સનાલિટી સાથે કારને મેચ કરવામાં ઈચ્છે છે. 

પ્રત્યેક ઓડી Q8ને મેઈડ ટુ ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવી છે, કે જેમાં કસ્ટમાઈઝેશન વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક મળી છે અને દેશની પ્રત્યેક ઓડી Q8 એકબીજાથી અલગ દેખાઈ રહી છે. ઓડી Q8ની ભારતમાં આયાત કરવામાં આવશે અને માત્ર 200 યુનિટ્રસ જ ઓફર કરવામાં આવ્યા છે અમને વિશ્વાસ છે કે ઓડી Q8 ડ્રાઈવિંગનાં ચાહકોને આકર્ષિત કરશે.’

ઢિલ્લોએ વધુમાં ઉમેર્યું કે, ‘અમે ઓડી Q8ની રજૂઆત દ્વારા નવા સેગમેન્ટમાં પ્રવેશી રહ્યા છીએ, પરંતુ તેની માર્ગદર્શિકાઓ એજ રહ્યા છે. તેમાં બોલ્ડ ડિઝાઈન, કટીંગ એજ ટેકનોલોજી અને એકસાઈટીંગ પરફોર્મન્સનો સમાવેશ થાય છે. 3.0L TFSI એન્જિન સાથે 48V માઈલ્ડ હાયબ્રિડ ટેકનોલોજી, પ્રોગેસીવ સ્ટીયરીંગ અને એર સસ્પેન્સર સાથેના ઓડી Q8 ડ્રાઈવ એક સંભારણું બની રહી છે.’

ગાડીનું એન્જીન પણ છે ખાસ
BS6 નોર્મ્સવાળી આ કારમાં 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે 3 લીટર V6 ટર્બો-પેટ્રોલ એન્જીન લાગેલું છે. આ કારના એન્જીનની પાવર ક્ષમતા 340hp છે. આ કારનું એન્જીન 500Nm ટોર્ક જનરેટ કરે છે. 

આટલી છે ગાડીની સાઇઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર Audi Q8 ફક્ત 5.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિ પકડી લે છે. આ ગાડીની મેક્સિમમ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. ગાડીની સાઇઝની જો વાત કરીએ તો ઓડીની લંબાઇ 4.99 મીટર, પહોળાઇ 2 મીટર અને ઉંચાઇ 1.71 મીટર છે. જો તમારી પાસે વધુ સામાન છે તો આ કારમાં તમારા માટે અલગથી લગેજ સ્પેસ આપવામાં આવી છે. 

જાણો ગાડીની ખાસિયત
Audi Q8માં મોટી ગ્રિલ, ફ્રેમલેસ ડોર, સ્ટાડર્ડ એચડી મેટ્રિક્સ એલઇડી ટેક્નોલોજી યુક્ત હેડલાઇટ્સ, સ્ટ્રિપ લાઇટ્સ અને પાવરફૂલ ઇંડીકેટર્સ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્કેટમાં Audi Q8ની એક્સ શોરૂમ કિંમત 1.33 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. 

ઇંટિરિયર પણ છે શાનદાર
Audi Q8 નું ઇંટિરિયર એકદમ શાનદાર છે. તેમાં કસ્ટમાઇઝ્ડ contour સીટ્સની સાથે-સાથે તમને ક્વાડ-જોન ક્લાઇમેટ કંટ્રોલ, 10.1 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હીટિંગ અને air-conની જાણકારી આપનાર 8.6 ઇંચ ડિસ્પ્લે અને 12.3 ઇંચની ઓડી વર્ચુઅલ કોકપિટ જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કારમાં એર ક્વોલિટી પેકેજ પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news