નવા લુકમાં Bajaj Chetak થઇ શકે છે લોન્ચ, આ હશે ફીચર્સ

એક જમાનો હતો સ્કૂટરનો અને હવે જમાનો આવી ગયો છે સ્કૂટીનો. બજારમાં ઘણી સ્કૂટી છે જે ખૂબ સ્ટાઇલિશ અને પાવરફૂલ પણ છે. લગભગ દોઢ દાયકા પહેલાં બાઇકનો અર્થ LML વાસ્પા, બજાજ ચેતક થતો હતો. 
નવા લુકમાં Bajaj Chetak થઇ શકે છે લોન્ચ, આ હશે ફીચર્સ

નવી દિલ્હી: એક જમાનો હતો સ્કૂટરનો અને હવે જમાનો આવી ગયો છે સ્કૂટીનો. બજારમાં ઘણી સ્કૂટી છે જે ખૂબ સ્ટાઇલિશ અને પાવરફૂલ પણ છે. લગભગ દોઢ દાયકા પહેલાં બાઇકનો અર્થ LML વાસ્પા, બજાજ ચેતક થતો હતો. 

બજાજ ચેતકનું ઉત્પાદન 1972માં શરૂ કરવામાં આવ્યું. લગભગ 3 દાયકા સુધી બજારમાં દબદબો યથાવત રહ્યો, પરંતુ ધીરે-ધીરે તેનો ક્રેજ ઓછો થવા લાગ્યો અને 2006માં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યો. 34 વર્ષ દરમિયાન કંપનીએ તેને બે સ્ટ્રોક એન્જીનમાં બદલ્યું, ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા, પરંતુ કોમ્પિટિશનમાં આ માત ખાઇ ગઇ.

લગભગ 13 વર્ષ બાદ કંપની ફરી એકવાર બજાજ ચેતકને નવા અવતારમાં કરવાની યોજના બનાવી રહ્યું છે.

બજાજ ચેતકમાં 145 સીસી 2-સ્ટ્રોક એન્જીન લાગેલું હતું જે 10.8 એનએમ ટાર્કની સાથે 7.5 બીએચપીની શક્તિ પુરી પાડે છે. આશા છે કે 2019માં જ કંપની નવું ચેતક સ્કૂટર લોન્ચ કરી શકે છે. નવા ચેતકમાં 125 સીસીનું એન્જીન લાગેલું હશે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 70 હજારની આસપાસ હશે. રિપોર્ટ અનુસાર આ બાઇકમાં એલોય વ્હીલ્સ, યુએસબી પોર્ટ, બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી, કંબાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) જેવા ફિચર્સ હશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિસ્ક બ્રેક લાગેલી હશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news