Bajaj એ લોન્ચ કરી એકદમ સસ્તી બાઇક, બસ 72 હજાર છે કિંમત, ફીચર-માઇલેજ બધુ જ જોરદાર

Bajaj Affordable Bike: ખાસ વાત એ છે કે 110cc સેગમેંટની પહેલી અને એકમાત્ર મોટસાઇકલ છે, જે ABS સાથે આવે છે. કંપની આ બાઇલ સાથે 4 કલર ઓપ્શન આપી રહી છે. 
 

Bajaj એ લોન્ચ કરી એકદમ સસ્તી બાઇક, બસ 72 હજાર છે કિંમત, ફીચર-માઇલેજ બધુ જ જોરદાર

Bajaj Platina 110 ABS Launched: જો તમે એક સસ્તી કોમ્યુટર બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં એક નવો ઓપ્શન ઉમેરાય ગયો છે. બજાજ ઓટો (Bajaj Auto) એ ભારતીય બજારમાં અપડેટેડ પ્લેટિના 110 એબીએસ  (Platina 110 ABS) લોન્ચ કરી છે. 2023 બજાજ પ્લેટિના 110 એબીએસની ભારતમાં શરૂઆતી કિંમત 72,224 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ 110cc સેગમેંટની પહેલી અને એકમાત્ર મોટરસાઇકલ છે, ABS ની સાથે આવે છે. કંપની આ બાઇક સાથે 4 કલર ઓપ્શન આપી રહી છે. 

એન્જીન અને ગિયરબોક્સ
નવી બજાજ પ્લેટિના 110 એબીએસમાં 115.45cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યૂલ ઇંજેક્ટેડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 7,000 RPM પર 8.4 bhp ની પાવર અને 5,000 RPM પર 9.81 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે. તેમાં LED DRL ની સાથે હેલોઝેન હેડલેમ્પ, સેમી-ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કલસ્ટર, 17 ઇંચના વ્હીલ અને 11 લીટરની ક્ષમતાવાળી ફ્યૂલ ટેન્ક મળે છે. 

બજાજ પ્લેટિના 110 એબીએસના ફીચર્સ
આ બાઇકમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને રિયરમાં ડુઅલ-સ્પ્રિંગ-લોડેડ શોક એબ્ઝોર્બર મળે છે. બ્રેકિંગ માટે આગળની તરફ સિંગલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવે છે. બાઇકમાં એક ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર છે, જે ઘણી બધી જાણકારી બતાવે છે.

ભારતીય બજારમાં Bajaj Platina નો મુકાબલો  Hero Splendor Plus, Honda CD 110 Dream અને TVS Star City Plus જેવી બાઇક્સ સાથે છે. પ્લેટિના કંપની માટે સૌથી વધુ વેચાનાર મોટસાઇકલોમાંથી એક છે. ગત મહિને તેના 33,702 યૂનિટ્સ વેચાયા છે. નવેમ્બર 2021 માં વેચાણ 60,646 યૂનિટ્સની તુલનામાં વેચાણ 44.4 ટકા ઘટ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news