Best Selling Cars: 12 લાખ સુધીના બજેટમાં આવતી આ કાર ખરીદવા માટે થાય છે પડાપડી, માર્કેટમાં મચાવે છે ધૂમ

Best Selling Cars: જો તમે કાર ખરીદવા માટે બચત કરી હોય અને તમારું બજેટ 12 લાખ સુધીનું છે તો આજે તમને જણાવીએ કે આ બજેટમાં તમને કઈ કઈ કંપનીમાં બેસ્ટ કાર ઓપ્શન મળે છે. આ કાર 12 લાખ સુધીના બજેટ માટે બેસ્ટ છે અને લોકપ્રિય પણ છે.

Best Selling Cars: 12 લાખ સુધીના બજેટમાં આવતી આ કાર ખરીદવા માટે થાય છે પડાપડી, માર્કેટમાં મચાવે છે ધૂમ

Best Selling Cars: જો તમે કાર ખરીદવા માટે બચત કરી હોય અને તમારું બજેટ 12 લાખ સુધીનું છે તો આજે તમને જણાવીએ કે આ બજેટમાં તમને કઈ કઈ કંપનીમાં બેસ્ટ કાર ઓપ્શન મળે છે. આ કાર 12 લાખ સુધીના બજેટ માટે બેસ્ટ છે અને લોકપ્રિય પણ છે. ચાલો તમને જણાવીએ કઈ કઈ કાર માર્કેટમાં ધૂમ મચાવે છે. 

ટોયોટા હાઈરાઈડર

આ કાર બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પમાં આવે છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં સીએનજી ઓપ્શન પણ મળે છે. તેની કિંમત 10.73 લાખથી શરુ થાય છે.

આ પણ વાંચો:

હુંડઈ વેન્યૂ

આ કાર ત્રણ એન્જીન વિકલ્પ સાથે આવે છે. તેમાં પેટ્રોલ એન્જીન સાથે 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન, એક લીટર ટર્બો પેટ્રોલ એન્જીન સાથે 6 સ્પીડ આઈએમટી અથવા 7 સ્પીડ ડીસીટી અને અપગ્રેડેડ ડિઝલ એન્જીન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનનો વિકલ્પ મળે છે. તેની એક્સ શોરુમ કિંમત 7.72 લાખ રુપિયા છે.

મારુતિ બ્રેઝા

આ કારમાં 1.5 લીટર પેટ્રોલ એન્જીન મળે છે. સાથે જ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ મળે છે. તેમાં સીએનજી વર્ઝન પણ મળે છે. તેની શરુઆતી કિંમત એક્સ શોરુમ 8.19 લાખ રુપિયા છે. 

ટાટા નેક્સન

દેશની સૌથી લોકપ્રિય કારમાંથી એક ટાટા નેકસન બે એન્જીન વિકલ્પ સાથે આવે છે. બંને એન્જીન સાથે 6 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન કે 6 સ્પીડ એએમટીનો વિકલ્પ મળે છે. કારની શરુઆતી કિંમત 7.80 લાખ છે. 

મારુતિ સિયાઝ

આરામદાયક અને લાંબી મુસાફરી માટે આ કાર બેસ્ટ છે. આ કાર 5 સ્પીડ મેનુઅલ અથવા તો 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ સાથે મળે છે. તેની કિંમત એક્સ શો રુમ 9.30 લાખ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news