આ ડુપ્લિકેટ FAU-G ગેમ્સથી રહો સાવધાન, ભૂલથી પણ કરશો નહી ડાઉનલોડ

જો તમે પણ ગેમ્સના શોખીન છો અને તમારા મોબાઇલ પર ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો છો તો તમારે થોડું એલર્ટ રહેવાની જરૂર છે. જોકે માર્કેટમાં મેડ ઇન ઇન્ડિયા FAU-G ગેમ એપ જેવી દેખાતી ઘણી બનાવટી એપ્સ પણ આવી ગઇ છે.

આ ડુપ્લિકેટ FAU-G ગેમ્સથી રહો સાવધાન, ભૂલથી પણ કરશો નહી ડાઉનલોડ

નવી દિલ્હી: જો તમે પણ ગેમ્સના શોખીન છો અને તમારા મોબાઇલ પર ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો છો તો તમારે થોડું એલર્ટ રહેવાની જરૂર છે. જોકે માર્કેટમાં મેડ ઇન ઇન્ડિયા FAU-G ગેમ એપ જેવી દેખાતી ઘણી બનાવટી એપ્સ પણ આવી ગઇ છે. જ્યારે રસપ્રદ વાત એ છે કે FAU-G એપ હજુ સુધી રિલીઝ થઇ નથી, તેની ફક્ત જાહેરાત કરવામાં આવી છે. 

ગેમ્સના શોખીન લોકો ઘણીવાર એવી એપ્સ દ્વારા છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર એવી તમામ ડુપ્લીકેટ એપ્સ છે જેના સકંજામાં આવીને કોઇ પણ સરળતાથી વિશ્વાસ કરીને ડાઉનલોડ  (Download) કરી લે છે અને પછી તેને તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. 

ડુપ્લિકેટ ગેમ પ્રયોગ કરી રહ્યા ફૌજીઓની તસવીર
બનાવટી એપ એકદમ અસલી એપની માફક જોવા મળી રહી છે. આ ફેક ફૌજી ગેમ્સમાં FAU-G ની માફક સાઉન્ડ છે અને FAU-G નો  Logo પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે એપ્સમાં અસલી એપની માફક પોઇન્ટ હોય છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે  FAU-G એપ પણ રિલીઝ થઇ નથી. 
FAU-G has a bunch of imitators even before launch

ગેમ એપ્સ ડેવલોપર એન-કોર ગેમ્સએ FAU-G એપને પહેલાં ટીઝરને થોડા દિવસો પહેલાં જાહેર કર્યું હતું. નવેમ્બરમાં એપને રિલીઝ કરવાની હતી. અહીં તમને કેટલીક બનાવટી ફૌજી એપ્સની એક યાદી જોવા મળી રહી છે જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news