આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, 455 દિવસની વેલિડિટી અને દરરોજ 3GB ડેટા, જાણો વિગત

 BSNL એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે, જે વધુ ડેટા યૂઝ કરતા યૂઝર્સ માટે ફાયદાકારક છે. હકીકતમાં કંપનીએ 2999 રૂપિયા અને 299 રૂપિયાની કિંમતના બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે.

આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, 455 દિવસની વેલિડિટી અને દરરોજ 3GB ડેટા, જાણો વિગત

નવી દિલ્હીઃ BSNL એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે, જે વધુ ડેટા યૂઝ કરતા યૂઝર્સ માટે ફાયદાકારક છે. હકીકતમાં કંપનીએ 2999 રૂપિયા અને 299 રૂપિયાની કિંમતના બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ બંને પ્લાન દેશભરમાં 1 ફેબ્રુઆરી 2022 થી લાગૂ થશે. ક્યા પ્લાનમાં ક્યો પ્લાન મળશે, ચાલો વિગતવાર જાણીએ. 

પ્રથમ પ્લાન PV2999: આ પ્લાનની કિંમત 2999 રૂપિયા હશે. પ્લાન 365 દિવસ+ એડિશનલ 90 દિવસ (31 માર્ચ, 2022 સુધી લાગૂ પ્રોમોશનલ ઓફર હેઠળ) ની વેલિડિટી સાથે આવશે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા, દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ મળશે. દરરોજના ડેટાની લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 80 Kbps થઈ જશે. પ્રમોશનલ ઓફર હેઠળ યૂઝર્સને ઓફરની સાથે કુલ 455 દિવસની વેલિડિટી મળશે. 

બીજો પ્લાન PV299: આ પ્લાનની કિંમત 299 રૂપિયા હશે. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવશે. ખાસ વાત છે કે તેમાં મળનાર લાભ 2999 રૂપિયાના પ્લાન સમાન છે. 

આ બંને નવા પ્લાન એવા ગ્રાહકો માટે સારો ઓપ્શન છે, જે લાંબી વેલિડિટી અને વધારે ડેટાની શોધ કરી રહ્યાં છે. જેની કિંમત ખાનગી ઓપરેટરોની તુલનામાં ઓછી છે. 

બીએસએનએલે તે પણ જાહેરાત કરી છે કે તે ગ્રાહકો માટે 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાનને રેશનલાઇઝ બનાવી રહ્યું છે. આ અત્યારે તેવા યૂઝર્સ માટે એક લોન્ગ-ટર્મ પ્લાનનો સારો વિકલ્પ છે, જે બીએસએનલના 3જી નેટવર્કની સાથે ખુશ છે. 

કંપનીએ 2399 રૂપિયાના પ્લાનમાં કર્યો ફેરફાર
બીએસએનએલે ભારતભરના ગ્રાહકો માટે PV2399 ને મોડિફાઇ કરી દીધો છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પરંતુ 31 માર્ચ, 2022 સુધી ચાલી રહેલ પ્રમોશનલ ઓફરને કારણે આ પ્લાનમાં 60 દિવસની એડિશનલ વેલિડિટી મળશે. એટલે કે ગ્રાહકોને કુલ 425 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને દરરોજ 100 ફ્રી એસએમએસની સુવિધા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news