આ કંપનીની જોરદાર ઓફર, માત્ર 447 રૂપિયામાં 100GB ડેટા, ફ્રી કોલિંગ અને 60 દિવસની વેલિડિટી

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપનીએ પોતાના ત્રણ પ્લાનમાં ફેરફાર કર્યાં છે. જેથી ગ્રાહકોને વધુ લાભ મળશે. 

આ કંપનીની જોરદાર ઓફર, માત્ર 447 રૂપિયામાં 100GB ડેટા, ફ્રી કોલિંગ અને 60 દિવસની વેલિડિટી

નવી દિલ્હીઃ BSNL યૂઝર્સ માટે ખુશખબર છે. કંપનીએ યૂઝર્સ માટે 60 દિવસની વેલિડિટી અને 100જીબી ડેટા ઓફર વાળું નવું STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર) લોન્ચ કર્યું છે. આ વાઉચરની કિંમત 447 રૂપિયા છે અને કંપનીએ તેને આજથી ઉપલબ્ધ કરાવી દીદું છે. આ સિવાય કંનપીએ પોતાના 247 રૂપિયાવાળું STV અને 1999 રૂપિયાવાળા પ્લાન વાઉચરને રિવાઇઝ કર્યો છે. રિવાઇઝ કરેલા આ બન્ને પ્લાનમાંથી કંપનીએ ડેલી ડેટા લિમિટ હટાવી દીધી છે. હવે રિવાઇઝ કરેલા પ્લાનમાં યૂઝર્સને 500જીબી સુધી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આવો જાણીએ વિગત..

બીએસએનએલના 447 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ્સ
60 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં કંપની 100જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. દરરોજ 100 એસએમએસ પણ ફ્રી મળશે. સાથે આ પ્લાનમાં બીએસએનએલ ટ્યૂન્સ અને EROS Now નું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

247 રૂપિયાવાળા STV માં ડેટા લિમિટ દૂર
બીએસએનએલે 247 રૂપિયાવાળા સ્પેશિયલ ટેરિફ વાઉચરમાંથી ડેટા લિમિટને હટાવી લીધી છે. પહેલા આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3જીબી ડેટા ઓફર કરવામાં આવતો હતો, પરંતુ હવે આ પ્લાનમાં તમને 50જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ડેટાને તમે ઈચ્છો તો એક સાથે વાપરી શકો છો. પ્લાનમાં મળનારા અન્ય બેનિફિટ્સમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ સાથે બીએસએનએલ ટ્યૂન્સ અને EROS Now નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

1,999 રૂપિયાવાળા વાઉચરમાં થયો ફેરફાર
365 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં પહેલા દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવતો હતો, પરંતુ હવે તમને આ પ્લાનમાં 500જીબી ડેટા મળશે. આ સાથે કંપની તે યૂઝર્સને 100 જીબી એક્સ્ટ્રા ડેટા આપશે જે પ્લાન લાઇવ થયાના 90 દિવસની અંદર રિચાર્જ કરશે. પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ, દરરોજ 100 એસએમએસ સાથે EROS Now નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news