Blacklist થઇ શકે છે તમારો મોબાઇલ નંબર, ભૂલથી પણ ન કરો આવો કોલ

મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ મોબાઇલ ફોન તો તમારો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારા પર્સનલથી કોમર્શિયલ કોલ કરશો તો ટેલિકોમ વિભાગ તમારા નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આ ઉપરાંત પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ મેસેજ મોકલનાર યૂઝર્સને નંબરને પણ બંધ કરી દેવામાં આવશે. 

Blacklist થઇ શકે છે તમારો મોબાઇલ નંબર, ભૂલથી પણ ન કરો આવો કોલ

નવી દિલ્હી: મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ મોબાઇલ ફોન તો તમારો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારા પર્સનલથી કોમર્શિયલ કોલ કરશો તો ટેલિકોમ વિભાગ તમારા નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આ ઉપરાંત પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ મેસેજ મોકલનાર યૂઝર્સને નંબરને પણ બંધ કરી દેવામાં આવશે. 

દેશની સરકારી ટેલિકોમ કંપની BSNLએ આ વિશે યૂજર્સને ચેતાવણી આપી હતી છે. કંપનીએ કહ્યું કે અનલિમિટેડ કોલિંગ પ્લાન લેનાર ગ્રાહક જો તમારા પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ અથવા માર્કેટિંગ કોલ કરે છે તો તેમનો નંબર બ્લેકલિસ્ટ થઇ શકે છે. 

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI) ની TCCCPR 2018 ની ગાઇડલાઇન અનુસાર કોઇ પણ બીએસએનએલ યૂઝર પોતાના લેન્ડલાઇન નંબર અથવા મોબાઇલ નંબર કોમર્શિયલ કોલ કરી શકશે નહી. BSNL એ એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરીને પણ આ વિશે જાણકારી આપી છે. ટ્રાઇએ જણાવ્યું કે જો કોઇ પણ યૂઝર આ નિયમોના વિરૂદ્ધ જાય છે તો તેના નંબરને કંપની દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે. 

આ નવા નિયમને લાગૂ કરવા માટે બીસએનએલએ DLT (Distributed Ledger Technology) પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલમાં આ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે. નિયમો અનુસાર જે પણ ટેલિમાર્કેટિંગ અથવા બિઝનેસ કંપની યૂઝર્સને કોમર્શિયલ કોલ કરવા માંગે છે તો તેના માટે તેમને સૌથી પહેલા DLT પોર્ટલ પર રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ યૂઝર્સ ફક્ત ખાસ સીરીઝના નંબર અને એસએમએસ પાઇપનો ઉપયોગ કરી શકશે. 

બીએસએનએલ ઉપરાંત રિલાયન્સ, વોડાફોન-આઇડિયા, એરટેલ સહિત તમામ કંપનીઓએ કોમર્શિયલ કોલ કરવાની ના પાડી દીધી છે. હાલ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા આપે છે તો યૂઝરને આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તે આ સુવિધાનો ખોટો ફાયદો ન ઉઠાવે. 

જો આ ઉપરાંત તમને કોલ કરવામાં આવે છે તો તમને કોલ રિસીવ કરવા માટે પ્રેફરેન્સ સેટ કરવી પડૅશે. ત્યારબાદ જ તમે આ કોલને રિસીવ કરી શકશો. યૂઝર્સ તેને પ્રોડક્ટ કેટેગરી, દિવસ, સમય અને મોડ ઓફ કોમ્યૂનિકેશન મુજબ નક્કી કરી શકશે. જો યૂઝર આ પ્રકારે માર્કેટિંગ કોલ્સ ઇચ્છતા નથી તો તે તેમને બ્લોક કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news