WhatsAppમાં પોતાના ફોટાવાળુ સ્ટીકર બનાવવાનું છે, તો અપનાવો આ સરળ TIPS

વોટ્સએપ યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ લાવ્યું છે. જેમ કે, એપમાં સ્ટીકર ફિચરને જોડવા. ઘણીવાર આપણે કંઈક લખવા માટે સ્ટીકર અથવા તો ઈમોજીનો ઉપયોગ કરીએ છે.

WhatsAppમાં પોતાના ફોટાવાળુ સ્ટીકર બનાવવાનું છે, તો અપનાવો આ સરળ TIPS

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈમોજી પહેલેથી જ યૂઝર્સની પહેલી પસંદ રહ્યુ છે. પરંતુ વોટ્સએપ યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ લાવ્યું છે. જેમ કે, એપમાં સ્ટીકર ફિચરને જોડવા. ઘણીવાર આપણે કંઈક લખવા માટે સ્ટીકર અથવા તો ઈમોજીનો ઉપયોગ કરીએ છે. એવામાં જો તમને વિચાર આવે કે, તમે તમારુ સ્ટીકર બનાવો, તો આજે અમે આપને કેટલાક એવા સ્ટેપ્સ બતાવીશુ, જેને ફોલો કરીને તમે તમારુ સ્ટીકર બનાવી શકશો.

વોટ્સએપમાં એક કોમન સ્ટીકર પેક મળતુ હોય છે. પરંતુ બિલ્ટ ઈન સ્ટીકર સ્ટોરથી તમે પોતાની પસંદના અનેક સ્ટીકર ડાઉનલોડ કરી શકો છો. સ્ટોરમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ સ્ટીકર ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે. સ્ટીકર ડાઉનલોડ કરતા સમયે તમારે ધ્યાન રાખવુ પડશે, કે તમારા મોબાઈલમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ થયેલુ હોય અને ઈન્ટરનેટની સ્પીડ સારી હોય.

સ્ટીકર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી સ્ટીકર મેકર એપ એટલે કે Viko & Co. ડાઉનલોડ કરો.  સ્ટીકર મેકર એપ ડાઉનલોડ થયા બાદ એપને ખોલો. અને એપમાં દેખાતા ક્રિએટ સ્ટીકર ન્યૂ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ માંગવામાં આવેલી વિગતો, જેમ કે સ્ટીકરનું નામ, સ્ટીકર પેક ઓથર ભરો. જાણકારી ભર્યા બાદ સ્ટીકર પેકને ઓપન કરો. ત્યારબાદ તમને કેટલાક બોક્સ દેખાશે. સૌથી ઉપર દેખાતા ટ્રે આઈકનવાળા બોક્સ પર ક્લીક કરો.

 

જાણો iPhone ની પાછળ છે આ Secret Button, જેનાથી ચપટીમાં થઈ જાય છે બધા કામ

હવે તમારી સામે બે ઓપ્શન ખુલશે. પહેલો ઓપ્શન કે, તમે નવો ફોટો પાડી શકો અથવા તો બીજો કોઈ એવો ફોટો કે જે તમારા મોબાઈલમાં પહેલેથી હાજર હોય તેનો ઉપયોગ કરી શકો છો. ફોટો પસંદ કર્યા પહેલા એપ તમને ફોન એક્સીસ કરવાનું કહેશે. ત્યારબાદ ફોટાનો જેટલો એરિયા તમે સ્ટીકર તરકે બનાવવા માગતા હોવ તેની આસપાસ આઉટલાઈન બનાવો. આઉટલાઈન બનાવ્યા બાદ સેવ સ્ટીકર પર ક્લીક કરો. સ્ટીકર સેટ કર્યા બાદ જોશો કે, સ્ટીકર પેકમાં તમે 30 કસ્ટમ સ્ટીકર્સને જોડી શકો છો. નવા સ્ટીકરને જોડવા માટે તમે ફોટો ક્લિક કરી શકો છો, અથવા તો ફોનમાં સ્ટોર કરેલા ફોટોનો યૂઝ કરી શકો છો. તમને લાગે કે, તમે સ્ટીકર બનાવી લીધા છે, તો પબ્લિક સ્ટીકર પેક પર ક્લીક કરો. ત્યાર બાદ તમને YES અથવા CANCEL જેવા બે ઓપ્શન દેખાશે. તમે YES પર ક્લીક કરો. આમ કરવાથી તમારુ નવુ સ્ટીકર વોટ્સએપ જોડાઈ જશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news