ભારતમાં લોંચ થયું દુનિયાનું સૌથી સસ્તું LCD TV, જાણો શું છે કિંમત અને ખાસિયત

બિહાર અને ઝારખંડ એવા રાજ્ય છે જ્યાં 70 ટકા ઘરોમાં ટીવી નથી. જો યૂપી અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં 55 ટકા ઘરોમાં ટીવી નથી. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અસમ સહિત એવા ઘણા રાજ્ય છે જ્યાં લગભગ 50 ટકા ઘરોમાં ટીવી નથી.

ભારતમાં લોંચ થયું દુનિયાનું સૌથી સસ્તું LCD TV, જાણો શું છે કિંમત અને ખાસિયત

ભારતીય બજારમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી કંપની ડીટલે નવું વ્યાજબી ટીવી 3,999 રૂપિયામાં લોંચ કર્યું છે. કંપનીનો દાવો છે આ દુનિયાનું સૌથી સસ્તુ ટીવી છે. ડી1 ટીવી કંપની દ્વારા લોંચ કરવામાં આવ્યું પહેલું એલસીડી ટીવી છે. ડિસ્ટ્રિબ્યુટર્સ / પાર્ટનર્સ માટે ડી1 ડીટેલના મોબાઇલ એપ અને B2BAdda.com પર ઉપલબ્ધ છે. Detel અત્યાર સુધી 7 એલઇડી TVની રેંજ રજૂ કરી ચૂક્યો છે. આ ટીવી 24થી 65 ઇંચ સુધીના છે.

ડીટલે કહ્યું કે અન્ય કારણો ઉપરાંત સામર્થ્ય ક્ષમતાના અભાવે આજે પણ ભારતના 33 ટકાથી વધુ વસ્તી ટેલીવિઝન સુધી પહોંચી શકી નથી. સરકાર 2018ના ડિસેમ્બર સુધી દરેક ઘરમાં વિજળી પહોંચાડવા માટે કારગર પગલાં ભરી રહી છે, તે મુજબ ટેલીવિઝન બજારમાં પણ સારા ભાવથી વિકસિત થવાની તૈયારી કરી રહ્યો છે.
detel-lcd-tv

દરેક ઘરે ટીવી
ડીટલના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ભાટિયાએ કહ્યું કે ''ટીવીની વધતી જતી કિંમતના કારણે વ્યાજબી ટીવીના બજારમાં એક મોટો ખાલીપો છે. ડીટલ ડી1 ટીવી લોંચ કરી અમે આ ખાલીપાને પોતાના મિશન 'હર ઘર ટીવી'ના માધ્યમથી દૂર કરવા માટેની તૈયારી કરી ચૂક્યા છીએ. અમે હંમેશા કોઇ અન્ય બ્રાંડના ઉત્પાદનોથી આગળ વધી જવા માટે ઉત્પાદન બનાવ્યા નથી, પરંતુ ત્યાં હાજરી નોંધાવી છે જ્યાં કોઇપણ બ્રાંડન અથી. અમે અમારા ડી1 ટીવી દ્વારા દેશના દૂરવર્તી વિસ્તારોમાં પહોંચ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે અને લાખો લોકોના જીવન બદલવા જોઇએ.'

33 ટકા ઘરોમાં નથી ટીવી
યોગેશ ભાટીયાએ જણાવ્યું હતું કે બિહાર અને ઝારખંડ એવા રાજ્ય છે જ્યાં 70 ટકા ઘરોમાં ટીવી નથી. જો યૂપી અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં 55 ટકા ઘરોમાં ટીવી નથી. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અસમ સહિત એવા ઘણા રાજ્ય છે જ્યાં લગભગ 50 ટકા ઘરોમાં ટીવી નથી. આ વાતને ધ્યાનમાં રાખતાં તે દુનિયાનું સૌથી સસ્તુ ટીવી લઇને આવી રહ્યા છે. ટીવીની સર્વિસ વગેરે અંગે પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું કે D1 ટીવી લીધા બાદ લોકોને સર્વિસ જેવી મુશ્કેલીઓ દૂર કરવા માટે 24/7 કંપની સાથે ટાઇઅપ કર્યું છે. અહીં બસ એક મિસ્ડ કોલ પર લોકોના ઘરમાં ફ્રી સર્વિસ મળશે. 

1366X768 પિક્સલનું રિઝોલ્યૂશન
ભારતનું સૌથી સસ્તુ ટીવી હોવાનો દાવો કરનાર D1 એલસીડી ટીવીમાં 48.3 સેમી અથવા 19 ઇંચની ડિસ્પ્લે અને 1366X768 પિક્સલનું રિઝોલ્યૂવેશન છે. તેનો મતલબ છે કે ટીવી વિઝુઅલી સારો અનુભવ પુરો પાડશે. આ એ પ્લસ ગ્રેડની પેનલ સાથે આવે છે જેથી સ્પષ્ટ ઇમેજ ક્વોલિટી મળે છે અને તેનો કંટ્રાસ્ટ રેશિયો 3,00,000:1 છે. ટીવીમાં કનેક્ટિવિટી વિકલ્પો તરીકે એક એચડીએમઆઇ અને એક યૂએસબી પોર્ટ છે. આ ટીવીની પેનલના છેડે બે સ્પીકર લાગેલા છે. તેમાં લાગેલા 12 વોટના સ્પીકર સ્પષ્ટ અને સ્મૂથ ઓડિયો આઉટપુટ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news