Elon Musk: ભારતમાં જલ્દી થશે એલોન મસ્કની એન્ટ્રી, મળશે લાયસન્સ, જિયો-એરટેલ સામે સીધી ટક્કર

Starlink in India: સૂત્રો અનુસાર એનલ મસ્કની આ કંપનીને જલ્દી સરકાર પાસેથી લાયસન્સ મળવાનું છે. તેનાથી અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની પહોંચ સરળ બની જશે.

Elon Musk: ભારતમાં જલ્દી થશે એલોન મસ્કની એન્ટ્રી, મળશે લાયસન્સ, જિયો-એરટેલ સામે સીધી ટક્કર

Starlink in India: ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કની ભારતમાં જલ્દી એન્ટ્રી થવાની છે. પરંતુ આ એન્ટ્રી ટેસ્લા દ્વારા ન થઈ સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંક (Starlink)દ્વારા થશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સ્ટારલિંકને નિયમનકારી મંજૂરી જલ્દી મળવાની છે. તે માટે તપાસ અંતિમ સ્ટેજમાં છે. લાયસન્સ મળતા જ કંપની ભારતમાં કામ શરૂ કરી દેશે. સ્ટારલિંક આવવાથી અંતરિયાળ ક્ષેત્રના ગામડાઓ અને ગ્રામિણ વિસ્તારની કનેક્ટિવિટીની સ્થિતિમાં સુધાર આવી શકે છે.

શેરહોલ્ડિંગ પેટર્નની જાણકારી આપવાની છે કંપની
રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કની સ્ટારલિંક ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી અને ઈન્ટરનલ ટ્રેડ સમક્ષ તેની શેરહોલ્ડિંગ પેટર્ન વિશે માહિતી આપવા જઈ રહી છે. આ પછી તેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) તરફથી ઓપરેટિંગ સર્ટિફિકેટ મળશે. અહેવાલ મુજબ, આ પછી દૂરસંચાર વિભાગ દ્વારા ટેલિકોમ સચિવ નીરજ મિત્તલ અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર મોકલવામાં આવશે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી, સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ વિંગ દ્વારા સ્ટારલિંકને મંજૂરી પત્ર આપવામાં આવશે.

વનવેબ અને રિલાયન્સ જિયોને મળી ચુક્યુ છે લાયસન્સ
સ્ટારલિંકે 2022માં પોતાના ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઈટ સર્વિસ (GMPCS)લાયસન્સ માટે અરજી આપી હતી. મંજૂરી મળ્યા બાદ તે વનવેબ અને રિલાયન્સ જિયો બાદ તે લાયસન્સ મેળવનારી ત્રીજી કંપની બની જશે.

શું હશે સ્ટારલિંકની સ્પીડ
ગ્લોબલ રિપોર્ટ અનુસાર સ્ટારલિંક 25થી 220 એમબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ યૂઝર્સને આપે છે. કંપની તરફથી દાવો કરવામાં આવે છે કે તેની અપલોડ સ્પીડ 5થી 20 એમબીપીએસની આસપાસ હોય છે. સ્ટારલિંક વેબસાઈટનો દાવો છે કે મોટા ભાગના કસ્ટમર 100 એમબીપીએસથી વધુ ડાઉનલોડ સ્પીડનો લાભ લઈ રહ્યાં છે. ભારતના અંતરિયાળ વિસ્તારમાં ટાવરોને ઓપ્ટિકલ ફાઇબરના માધ્યમથી આવી સ્પીડ મળવી લગભગ મુશ્કેલ થાય છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્ટારલિંક સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવે છે, તેથી 5જીની જગ્યાએ 4જીની સ્પીડ આપવામાં આવશે.

સેવાની કિંમત આટલી હોઈ શકે છે
સ્ટારલિંકે હાલમાં ભારતના દરો નક્કી કર્યા નથી. પરંતુ, રિપોર્ટ અનુસાર, કંપનીના ભૂતપૂર્વ ઈન્ડિયા હેડના જણાવ્યા અનુસાર, તેની કિંમત પહેલા વર્ષમાં લગભગ 1.58 લાખ રૂપિયા અને બીજા વર્ષે 1.15 લાખ રૂપિયા હોઈ શકે છે. તેના પર 30 ટકા ટેક્સ પણ ભરવો પડશે. આમાં, સાધનની કિંમત 37400 રૂપિયા છે અને દર મહિને 7425 રૂપિયા વસૂલવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news