વોટ્સએપ પર જેટ એરવેઝની ફ્રી ટિકિટનો મેસેજ મળ્યો હોય તો સાવધાન! વાંચો અને વંચાવો હકીકત

છેલ્લા કેટલાક દિવસથી આ મેસેજ વાઇરલ થયો છે 

વોટ્સએપ પર જેટ એરવેઝની ફ્રી ટિકિટનો મેસેજ મળ્યો હોય તો સાવધાન! વાંચો અને વંચાવો હકીકત

નવી દિલ્હી : આજ સવારથી વોટ્સએપ પર એક મેસેજ વાઇરલ થયો છે જેમાં કહેવામાં આ્વ્યું છે કે જેટ એરવેઝ પોતાની 25મી એનિવર્સરી પર દરેક પરિવારને 2 ફ્રી ટિકિટ આપી રહ્યું છે. વાસ્તવમાં જેટ એરવેઝની એનિવર્સી 5મી મેના દિવસે હતી અને પછી જ આ મેસેજ વાઇરલ થયો છે. આ મેસેજમાં 252 સીટ અથવા તો 126 સીટ ખાલી હોવાનું જણાવાવમાં આવે છે. સાથે એક લિંક પણ શેર કરવામાં આવે છે, જેના પર ક્લિક કરવાથી જેટ એરવેઝ જેવી એક સાઈટ દેખાશે. જોકે જે લિંક આપી છે એ ક્લિક કરતા જ યુઆરએલ બદલાઈ જાય છે.

આ વાઇરલ મેસેજ પછી  જેટ એરવેઝે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ મેસેજ વાયરલ હોવાની પૃષ્ટિ કરી છે. સાથે જ લોકોને ચેતવ્યા છે કે કંપની કોઈ ફ્રી ટિકિટ નથી આપી રહી.

— Jet Airways (@jetairways) May 23, 2018

જેટ એરવેઝની ઓફિશિયલ વેબસાઈટ www.jetairways.com છે. ક્લિક કરવાથી તેના URLમાં કોઈ બદલાવ નથી થતો. જ્યારે વાયરલ મેસેજમાં વેબસાઈટનું નામ www.jetairways.com જ દેખાય છે, પરંતુ ક્લિક કરશો તો www.xn-jetarways-ypb.com થઈ જાય છે. આ URLમાં જેટ એરવેઝનો સ્પેલિંગ પણ ખોટો છે. જો કે હવે URL ઓપન નહીં થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news