Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ

કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.

Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ

નવી દિલ્હી: ગૂગલ (Google)એ ગત વર્ષે પોતાના પેમેંટ એપ Google Tez લોંચ કરી હતી. 28 ઓગસ્ટના રોજ યોજાયેલી પોતાની વાર્ષિક ઇવેંટમાં પોતાના પેમેંટ એપ Tezનું નામ બદલીને Google Pay કરી દીધું છે. આ એપ યૂજરને પોતાના બેંક એકાઉન્ટ લિંક કરીને UPIનો ઉપયોગ કરતાં પેમેંટ્સ કરવાની સુવિધા આપે છે. ગૂગલ હવે Google Pay યૂજર્સ માટે આકર્ષક રિવાર્ડ સ્કીમ લઇને આવ્યું છે. કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.

Google Pay નો ઉપયોગ કરતાં ઓછામાં ઓછા કરવા પડશે 5 5 ટ્રાંજેકશન
આટલું ઇનામ જીતવા માટે યૂજરે 18 સપ્ટેમ્બર સુધી સવારે 9 વાગ્યા સુધી Google Pay નો ઉપયોગ કરતાં ઓછામાં ઓછા 5 ટ્રાંજેકશન કરવા પડશે. ઇનામ માટે યૂજરે Google Tez UPI ID નો ઉપયોગ કરતાં P2P ટ્રાંજેક્શન, બીજા બેંક એકાઉન્ટમાં પેમેંટ, કેશ મોડનો ઉપયોગ કરતાં મર્ચેંટને ચૂકવણી અને મર્ચેંટ્સના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ કરવું પડશે. 

Google Pay ઓફર અનુસાર કંપની કુલ 5 કરોડ રિવોર્ડ આપી રહી છે. રિવોર્ડ રકમ 5 રૂપિયાથી લઇને 1,00,000 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે કેટલાક લકી વિનર્સ જ ફૂલ એમાઉન્ટ જીતશે. રિવોર્ડ્સ ઉપરાંત Google Pay એપ ગ્રાહકોને ઇસ્ટેંટ લોન પણ ઓફર કરી રહ્યું છે. એપ પર ઇંસ્ટંટ લોન આપવા માટે કંપનીએ ઘણી બેંકો સાથે કોલોબ્રેશન કર્યું છે. આ ઓફર દ્વારા ગ્રાહક સરળતાથી લોન લઇ શકશે. 

Google તેજની ટીમ પોતાના પેમેન્ટ માટે Big Bazaar અને બીજી પોપ્યુલર બ્રાંડ સાથે કામ કરી રહી છે. Google દાવો કર્યો છે કે Tez એપ મંથલી એક્ટિવ યૂજર્સ 2 કરોડ છે અને અત્યાર સુધી 75 કરોડ ટ્રાંજેક્શન કરવામાં આવ્યા છે. ગૂગલે કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી ભારતમાં 150,000થી વધુ રિટેલ લોકેશંસમાં Google Payનો ઉપયોગ કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news