Mobile Location: આ ટ્રિકથી મિનિટોમાં મળી જશે તમારા ફોનનું લોકેશન, પોલીસ પણ આવી રીતે જ કરે છે ટ્રેકિંગ!

Mobile Location: શું કોઈના પણ મોબાઈલ નંબર દ્વારા લોકેશન ટ્રેક કરી શકાય છે? ઘણા લોકો ગૂગલ પર આવુ ઘણુ બધુ સર્ચ કરે છે. કેટલીક વાર બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ તેમના પાર્ટનરના લોકેશનને ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. જો કે, સામેની વ્યક્તિની સંમતિ વગર તમે માત્ર મોબાઈલ નંબરની મદદ લોકેશન ટ્રેક ના કરી શકાય. ઘણા લોકો ગૂગલ પર એવી રીતો માટે સર્ચ કરતા હોય છે. જેના દ્વારા કોઈનું લોકેશન ટ્રેક કરી શકાય છે. જો કે, સાચો જવાબ Google પર નથી મળતો.

Gps અને લોકેશન ફીચર
જો વાત કોઈના લોકેશનને ટ્રેક કરવાની હોય, તો તમારો મોબાઈલ એક એવી વસ્તુ છે, જે હંમેશા યુઝરની પાસે હોય છે. એટલે કે યુઝર જ્યાં પણ જાય છે, તે પોતાનો સ્માર્ટફોન પોતાની સાથે લઈ જાય છે. આવી સ્થિતિમાં, જીપીએસ અને લોકેશન ફીચર દ્વારા કોઈપણ યુઝરની માહિતી મેળવવી મુશ્કેલ નથી. જો કે મોબાઈલ નંબર દ્વારા વ્યક્તિને ટ્રેક કરવો શક્ય છે, પરંતુ આ કામ કરવું સરળ નથી.

સ્પાઈ સૉફ્ટવેર
સ્પાઈ સોફ્ટવેર દ્વારા લોકોના લોકેશનને ટ્રેક કરી શકાય છે. તમે પેગાસસનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક સ્પાયવેર છે, જેની મદદથી કોઈની જાણ વગર તેની જાસૂસી કરી શકાય છે. જો કે આ 100 કે હજાર રૂપિયાનું સોફ્ટવેર નથી. ઘણા દેશોની સૈન્ય અને સરકારો આ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી હતી.

જોકે, આ સોફ્ટવેર પકડાયા બાદ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. જો તમે ગુગલમાં સર્ચ કરશો તો તમને ઘણા પ્રકારના સોફ્ટવેર જોવા મળશે પરંતુ તે બધા ફેક છે. આ સોફ્ટવેર તમારા ફોનમાંથી માત્ર ડેટા જ ચોરી શકતા નથી, પરંતુ તમને ખોટી માહિતી પણ આપશે. તમને લાગશે કે સોફ્ટવેર ફોન નંબરની મદદથી અન્ય યુઝર્સને ટ્રેક કરી રહ્યું છે.

પોલીસ આવી રીતે ટ્રેક કરે છે લોકેશન
પોલીસ કોઈને ટ્રેક કરવા માટે તેના મોબાઈલ નંબર અથવા ફોનના IMEI નંબરનો પણ ઉપયોગ કરે છે. આ માટે પોલીસને ટેલિકોમ કંપનીની મદદની જરૂર પડે છે. ટેલિકોમ કંપની પોલીસને જાણ કરે છે કે ટ્રેકિંગ પર મુકવામાં આવેલ નંબર કયા સેલ ટાવરની નજીક છે અને કેટલા અંતરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news