HYUNDAI 'પેનિક બટન'થી સજ્જ ખાસ એસયૂવી રજૂ કરશે, આ ખાસ ફીચર પણ હશે

HYUNDAI 'પેનિક બટન'થી સજ્જ ખાસ એસયૂવી રજૂ કરશે, આ ખાસ ફીચર પણ હશે

દક્ષિણ કોરિયાઇ કાર કંપની HYUNDAI ની આ વર્ષે મે મહિનામાં પોતાની એસયૂવી 'વેન્યૂ'ને ભારતીય બજારમાં રજૂ કરવાની યોજના છે. કંપનીએ તેમાં એક વિશેષ ફીચર 'પેનિક બટન' આપશે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરશે. આ કારની સાથે કંપની પોતાની વૈશ્વિક ટેક્નોલોજી 'બ્લૂલિંક'ને પણ ભારતમાં રજૂ કરશે. જેના લીધે આ એક નેટવર્ક સાથે જોડાયેલી કાર હશે. કંપની બ્લૂલિંક ટેક્નોલોજીને ભારતીય બજારમાં રજૂ કરવા માટે તેણે વોડાફોન આઇડીયા સાથે કરાર કર્યો છે. વોડાફોન આઇડીયા આ ટેક્નોલોજી માટે નેટવર્ક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. 

કંપનીના ભારતીય બિઝનેસ મેનેજિંગ ડાયરેક્ટર (એન્જિનિયરિંગ) જી હાંગ બેકે કહ્યું કે ''વૈશ્વિક બજારમાં નેટવર્ક સાથે જોડાયેલી (કનેક્ટેડ કાર) કાર ટેક્નોલોજીમાં હ્યુંડાઇનો લાંબો અનુભવ છે. અમે આ ટેક્નોલોજીના માળખાનો ઉપયોગ અહીંયા કરી રહ્યા છીએ. બસ ભારતીય બજારને ધ્યાનમાં રાખતાં કેટલાક વિશેષ ફીચર આપી રહ્યા છીએ. આ ફીચર અમે ઘણા રિસર્ચ અને આંતરિક સ્તર પર વિચાર-વિમર્શ બાદ ઉમેર્યા છે.''

કંપનીની બ્લૂલિંક ટેક્નોલોજી 33 કૃત્રિમ મેઘા અને કનેક્ટેડ ફીચરોથી પરિપૂર્ણ છે. તેમાં 10 ફીચર ખાસકરીને ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવ્યા છે. કંપનીની યોજનામાં દેશમાં પોતાના ભવિષ્યના બધા મોડલોમાં આ ટેક્નોલોજી રજૂ કરવાની છે. તેમણે કહ્યું કે બ્લૂલિંક ઉપકરણ માટે વોડાફોન આઇડીયા એક-સિમ આપશે જે 4જી નેટવર્ક પર કામ કરશે. જો કોઇ ક્ષેત્રમાં 4જી નથી તો આ ઉપકરણ 3જી નેટવર્ક પણ કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news