લેપટોપ ચાર્જ કરતી દેશની પ્રથમ પાવરબેંક, જાણો કિંમત અને ફીચર્સ

ભારતની સૌપ્રથમ લેપટોપ ચાર્જ કરતી પાવરબેંક હવે માર્કેટમાં ઉપલ્બ્ધ છે. લેપટોપની બેટરી 20 હજાર mAhની છે, જે મોટા ભાગના લેપટોપને ચાર્જ કરવા માટે સક્ષમ છે. લેપટોપની સાથે સાથે સ્માર્ટફોન પણ પાવરબેંકથી ચાર્જ થઈ શકશે. 

લેપટોપ ચાર્જ કરતી દેશની પ્રથમ પાવરબેંક, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: ભારતની સૌપ્રથમ લેપટોપ ચાર્જ કરતી પાવરબેંક હવે માર્કેટમાં ઉપલ્બ્ધ છે. લેપટોપની બેટરી 20 હજાર mAhની છે, જે મોટા ભાગના લેપટોપને ચાર્જ કરવા માટે સક્ષમ છે. લેપટોપની સાથે સાથે સ્માર્ટફોન પણ પાવરબેંકથી ચાર્જ થઈ શકશે. 

લેપટોપનું સંશોધન એટલે અનિવાર્ય બની ગયુ કારણ કે આખા કોમ્પ્યુટર સેટને દર વખતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવું શક્ય નહોતું. એટલે ખાસ એવી કોમ્પ્યુટર સિસ્ટમનું સંશોધન કરવામાં આવ્યું જેને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકે અને તેને ગમે ત્યારે વાપરી પણ શકે. પરંતુ તેની બેટરીનું શું? દર વખતે એ શક્ય નથી કે ચાર્જિંગ માટે સોકેટ મળી જ રહે, શક્ય છે કે તમે ગાર્ડનમાં બેઠા છો અને લેપટોપ પર કામ કરી રહ્યાં છો, એજ વખતે બેટરી ડાઉન થઈ ગઈ. પછી? હવે ચિંતા કરવાની જરૂર નથી કરાણે કે માર્કેટમાં એવી પાવરબેંક મળી આવી ગઈ છે જે તમારા લેપટોપની બેટરી ચાર્જ કરવા માટે સક્ષમ છે. કઈ છે આ પાવર બેંક, ચાલો જાણીએ. 

સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોન ચાર્જ કરવા માટે જોઈએ એટલી પાવરબેવન્ક મળી રહે છે, પરંતુ હવે પહેલી વખત એવુ બન્યુ છે એક કંપનીએ લેપટોપને ચાર્જ કરતી પાવરબેંક લોંચ કરી છે. પિન પેરિફેલ્સ પ્રાઈવેટ લિમિટેડે હવે લેપટોપ ચાર્જ કરતી ENLAPPOWER પાવરબેંક લોંચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે લેપટોપ ચાર્જ કરનારી દેશની પ્રથમ પાવરબેંક છે. આ પાવરબેંકની બેટરી 20 હજાર mAhની છે. સાથે સાથે યુએસબી C ટાઈપથી લેપટોપ સરળતાથી ચાર્જ કરી શકાશે. 

માર્કેટમાં EVM ENLAPPOWER પાવરબેંકની કિંમત 9 હજાર 999 રૂપિયા છે. પાવરબેંકના ખરીદવા પર ગ્રાહકને કંપની ત્રણ વર્ષની વોરંટી પણ આપી રહી છે. એટલે કે ત્રણ વર્ષ સુધી તમારી પાવરબેંક બિલકુલ સુરક્ષિત છે. આ પાવરબેંક એકસાથે 3 ડિવાઈસ ચાર્જ કરવા માટે સક્ષમ છે.  તેમાં 2 USB અને USB ટાઈપ સી સામેલ છે. પાવરબેંક ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબો કેબલ આપવામાં આવ્યો છે. તેને અલ્ટ્રા બ્લેક પ્રીમિયમ મેટલ બોડીથી તૈયાર કરાયો છે. કંપની કેબલ પર પણ  3 વર્ષની વોરન્ટી આપી રહી છે. 

ક્યાંથી પાવરબેન્ક ખરીદી શકાશે? 
- સમગ્ર દેશમાં EVM ENLAPPOWER પાવરબેન્ક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે 
- વિજય સેલ્સના સ્ટોરમાંથી પણ આ પાવરબેન્ક ખરીદી શકાશે 

પાવરબેન્કથી કયા લેપટોપ ચાર્જ થઈ શક્શે? 
- EVM ENLAPPOWER પાવરબેન્કથી એપલ કંપનીની MacBook, MacBook Air, MacBook Pro ચાર્જ થઈ શક્શે 
-  MS સરફેસ પ્રો, DELL XPS 13, HP Spectre x360 
- Lenovo IdeaPad, LG Gram, Asus Zenbook 13 

આ સિવાય પાવરબેન્કથી એપલ, સેમસંગ, વનપ્લસ, ગૂગલ પિક્સલ, નોકિયા, રિયલમી પ્રો, LG, મોટોરોલાના સ્માર્ટફોન પણ ચાર્જ થઈ શક્શે. ભારતની પ્રથમ લેપટોપ ચાર્જ કરતી પાવરબેન્ક હવે માર્કેટમાં  ઉપલ્બ્ધ છે. જેને જોઈને એમ કહી શકાય કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત હવે આત્મનિર્ભર ભારત તરફ પણ આગે કૂચ કરી રહ્યું છે 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news