Instagram Scam: ઈંસ્ટાગ્રામ યુઝર્સ આ નવા સ્કેમથી ચેતીને રહેજો.. એક ક્લિકથી તમારું અકાઉન્ટ થઈ જશે હૈક

Instagram Scam:હેકર્સ હવે એવા લોકોને નિશાન બનાવે છે જે ઈંસ્ટાગ્રામ પર અલગ અલગ કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય અને તેમના ફોલોવર્સ ની સંખ્યા હજારો અને લાખોમાં હોય. આવા લોકોને ઈંસ્ટાગ્રામ તરફથી મેસેજ કે ઈમેલ આવે છે.. આ મેસેજ પર ક્લિક કરતાની સાથે જ અકાઉન્ટ હૈક થઈ જાય છે...

Instagram Scam: ઈંસ્ટાગ્રામ યુઝર્સ આ નવા સ્કેમથી ચેતીને રહેજો.. એક ક્લિકથી તમારું અકાઉન્ટ થઈ જશે હૈક

Instagram Scam: ઓનલાઇન સ્કેમ કરતા લોકો રોજ નવી નવી રીત શોધી લેતા હોય છે. જેને અજમાવીને તેઓ સામાન્ય લોકોને છેતરી શકે. ઓનલાઇન છેતરપિંડી કરતા લોકો હવે એવી એપ્લિકેશનનો ઉપયોગ કરવા લાગ્યા છે જેને યુઝ કરનાર લોકોની સંખ્યા લાખોમાં હોય. ઈંસ્ટાગ્રામ પર પણ હાલ એક નવું સ્કેમ સામે આવ્યું છે. આ સ્કેમ વડે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ સરળતાથી હેક કરવામાં આવી રહ્યા છે. જો તમે તમારા ઈંસ્ટાગ્રામ અકાઉન્ટને આવા લોકોથી બચાવવા માંગો છો તો આ ખબર ને પૂરી વાંચી અને સતર્ક થઈ જાઓ.

હેકર્સ હવે એવા લોકોને નિશાન બનાવે છે જે ઈંસ્ટાગ્રામ પર અલગ અલગ કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય અને તેમના ફોલોવર્સ ની સંખ્યા હજારો અને લાખોમાં હોય. આવા લોકોને ઈંસ્ટાગ્રામ તરફથી મેસેજ કે ઈમેલ આવે છે કે તેમણે પોસ્ટ કરેલું કન્ટેન્ટ કોપીરાઇટ લોનું ઉલંઘન કરે છે. જેના કારણે 24 કલાકમાં તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે..

હવે જે ઇન્ફ્લુએન્સરના ફોલોવર્સ લાખો કે હજારોમાં હોય તેમનું એકાઉન્ટ બંધ થઈ જાય તેવો મેસેજ મળે તો ચોક્કસથી તે ગભરાઈ જાય. બસ આ સિચ્યુએશનનો લાભ હેકર્સ લઈ લેતા હોય છે. આ મેઈલની સાથે અન્ય એક ફોર્મની લીંક પણ આપવામાં આવે છે. જેમાં લખવામાં આવ્યું હોય છે કે જો એકાઉન્ટને બંધ થતા બચાવવા માંગો છો અને કોપીરાઇટ ઓબ્જેક્શન અંગે લખવા માંગો છો તો લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી દો. જ્યારે યુઝર લિંક પર ક્લિક કરે છે તો તેનું અકાઉન્ટ હેક થઈ જાય છે. 

હેકિંગ થી બચવા શું કરવું ? 

- ઈંસ્ટાગ્રામ પર આવતી કોઈ પણ અજાણી લિંક પર કે મેસેજ પર ક્લિક કરવાનું ટાળો. 

- ઈંસ્ટાગ્રામનું યુઝર નેમ, પાસવર્ડ કે આઈડી કોઈ સાથે શેર ન કરો.

-લોગઈન કરવા માટે સેફ બ્રાઉઝર અને ઓફિસિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો. હેકર્સ ઘણી વખત ફેક લોગઈન પેજ ક્રિએટ કરીને પણ અકાઉન્ટ હેક કરતા હોય છે. 

- ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ ને સેફ રાખવાનો સૌથી સારો રસ્તો છે કે તમે સ્ટ્રોંગ પાસવર્ડ રાખો. સરળ પાસવર્ડ રાખવાથી પણ અકાઉન્ટ ઝડપથી હેક થાય છે. 

- હંમેશા એપ્લિકેશનમાં ટુ ફેક્ટર ઓથેન્ટિફીકેશન ઓન રાખો જેથી તમારા સિવાય તમારું એકાઉન્ટ અન્ય કોઈ ઓપરેટ ન કરી શકે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news