Jio લાવી રહ્યું છે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો ક્યારે થશે લોન્ચ અને શું હશે કિંમત

Jio 5G Smartphone સ્માર્ટફોનને જલ્દી લોન્ત કરી શકે છે. આ સ્માર્ટફોનને 8 હજાર રૂપિયાની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે. રિલાયન્સ જિયોએ 5જી સ્માર્ટફોન માટે ચિપ મેકર Qualcomm ની સાથે ભાગીદારી કરી છે.
 

Jio લાવી રહ્યું છે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો ક્યારે થશે લોન્ચ અને શું હશે કિંમત

નવી દિલ્હીઃ Jio ભારતમાં સસ્તા 4G સ્માર્ટફોન બાદ સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. રિલાયન્સ જિયોએ તે માટે અમેરિકી ચિપમેકર Qualcomm સાથે ભાગીદારી કરી છે. રિલાયન્સ જિયોનો આ સસ્તો 5G ફોન ઓગસ્ટમાં લોન્ચ કરી શકાય છે. રિલાયન્સ જિયોના આ સસ્તા 5G સ્માર્ટફોનને લઈને પહેલા પણ ઘણા રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. જિયો આ સસ્તા 5G સ્માર્ટફોનની સાથે તે યૂઝર્સને ટાર્ગેટ કરશે, જે હજુ પણ 2જી ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.

Qualcomm બનાવશે સસ્તી 5G ચિપ
એક રિપોર્ટ અનુસાર જિયો આ સસ્તા 5જી સ્માર્ટફોન માટે ચિપમેકર Qualcomm ની સાથે સંપર્કમાં છે. ક્વાલકોમના એક અધિકારીએ જણાવ્યું કે જિયોનો આ અફોર્ડેબલ 5જી સ્માર્ટફોન યૂઝર્સને 2જીમાંથી 5Gમાં સ્વિચ કરવા માટે આકર્ષિત કરશે. નોંધનીય છે કે પાછલા દિવસોમાં જિયોએ દૂરસંચાર નિયામકને 2જી સર્વિસને શટડાઉન કરવાનો આગ્રહ કર્યો હતો, જેથી 5જી સર્વિસને એક્સપાન્ડ કરવા માટે વધુ સ્પેક્ટ્રમ મળી શકે.

રિલાયન્સ જિયોએ 2022ના ઓક્ટોબરમાં પોતાની 5જી સર્વિસ લોન્ચ કરી હતી. જિયોની 5જી સર્વિસ સ્ટેન્ડઅલોન ટેક્નોલોજી પર આધારિત છે. તંપનીએ તેનું નામ True 5G રાખ્યું છે. ક્વાલકોમની સાથે જિયો સ્ટેન્ડઅલોન 5જી નેટવર્ક સપોર્ટવાળી ચિપ માટે ભાગીદારી કરી છે. જિયોએ વર્ષ 2022માં આયોજીત પોતાની 45મી AGM દરમિયાન જિયો અને ક્વાલકોમની ભાગીદારીની જાહેરાત કરી હતી.

8000 રૂપિયાની કિંમતમાં થશે લોન્ચ!
જિયોનો આ 5જી સ્માર્ટફોન 99 ડોલર એટલે કે આશરે 8,000 રૂપિયાની કિંમતમાં આવી શકે છે. વર્તમાનમાં સૌથી સસ્તો 5જી ફોન 9999 રૂપિયામાં આવે છે. જિયોનો 4G સ્માર્ટફોનની જેમ આ 5જી સ્માર્ટફોન પણ ખાસ કરીને તે યૂઝર્સ માટે હશે, જે સ્માર્ટફોનના યુગમાં પણ બેસિક ફીચર ફોનનો ઉપયોગ કરે છે.

જિયોએ 2016માં JioPhone 4G ફીચર ફોન લોન્ચ કર્યો હતો, જેને ટીયર-2 અને ટીયક-3 શહેરોમાં ખુબ લોકપ્રિયતા મળી હતી. જિયોનો આ 5જી સ્માર્ટફોન પણ તે શહેરોમાં લોકપ્રિય થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news