આ AUDIO મેસેજ તમારા WhatsApp પર આવ્યો છે તો સાવધાન! મીઠી મીઠી વાતો તમને બનાવશે ગરીબ

WhatsApp KBC Lottery Scam: હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલી સ્ક્રિપ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લક્ષ્ય નામના વ્યક્તિએ લોટરી નંબર સાથે લકી ડ્રોના ભાગરૂપે 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જીત્યું છે, જે ખોટું લાગે છે. સંદેશ +92 315 0609506 મોબાઇલ નંબર પરથી મોકલવામાં આવી રહ્યો છે, અને 92 ISD કોડ પાકિસ્તાન માટે છે.

 આ AUDIO મેસેજ તમારા WhatsApp પર આવ્યો છે તો સાવધાન! મીઠી મીઠી વાતો તમને બનાવશે ગરીબ

WhatsApp KBC Lottery Scam: ભારતીય યૂઝર્સને નિશાન બનાવતું WhatsApp Scam ઓનલાઇન સામે આવ્યું છે. અમને KBC લકી ડ્રોના ભાગ રૂપે 25 લાખ રૂપિયાના ઈનામનું વચન આપતો એક કૌભાંડીનો સંદેશ મળ્યો. પહેલા એક ફોટો આવ્યો અને પછી ઓડિયો મેસેજ આવ્યો. ફોટોમાં KBC લખેલું છે. જેમાં અમિતાભ બચ્ચન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીની તસવીર એકસાથે જોવા મળે છે. ફોટામાં લખ્યું છે કે તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. ઓડિયોમાં આખી પ્રક્રિયા જણાવવામાં આવી છે કે તમારા બેંક ખાતામાં 25 લાખ રૂપિયા કેવી રીતે જમા થશે. તમને જણાવી દઈએ કે આ એક સંપૂર્ણ કૌભાંડ છે અને તમને કંગાળ બનાવવાની સ્કીમ છે. સાયબર ક્રાઈમ યુનિટે ભારતીય વોટ્સએપ યુઝર્સને ચેતવણી આપી છે કે તેઓ આવા મેસેજના જવાબમાં વિગતો શેર ન કરે.

જુઓ વીડિયોમાં શું કહેવામાં આવી રહ્યું છે ઓડિયો મેસેજમાં...

— mohit chaturvedi (@MohitMohit114) June 28, 2022

WhatsApp કૌભાંડ જે 25 લાખ આપવાનો કરે છે દાવો
હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલી સ્ક્રિપ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લક્ષ્ય નામના વ્યક્તિએ લોટરી નંબર સાથે લકી ડ્રોના ભાગરૂપે 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જીત્યું છે, જે ખોટું લાગે છે. સંદેશ +92 315 0609506 મોબાઇલ નંબર પરથી મોકલવામાં આવી રહ્યો છે, અને 92 ISD કોડ પાકિસ્તાન માટે છે.

શુ કરવુ?
સ્કેમર્સ/છેતરપિંડી કરનારાઓ યૂઝર્સને છેતરે છે અને તેમના બેંક એકાઉન્ટ વિશેની વિગતો પૂછીને તેમની મહેનતની કમાણી ઠગી લે છે. જો તમને તમારા સ્માર્ટફોન પર આવા સંદેશ મળે, તો જવાબ આપશો નહીં, કારણ કે તેમાં તમને કોઈ નાણાકીય લાભ નહીં થાય, ઉલ્ટાના તમારા રૂપિયા તેમના પાસે પહોંચી જશે.

કૌભાંડની ઓળખ કેવી રીતે કરવી 
લોટરી જીતવાની વાત કરતો કોઈપણ સંદેશ ધ્યાનપૂરવક વાંચો. આ પ્રકારના સંદેશાઓમાં સામાન્ય રીતે વ્યાકરણની ભૂલો/ત્રુટિઓ હોય છે. અમારી પાસે જે મેસેજ આવ્યો છે, તેમાં ઘણી બધી ભૂલો છે. જોવામાં તો ઓથેંટિક લાગતો નથી.

કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવું
- જો તમને કોઈ અજાણ્યા નંબર અથવા અજાણ્યા દેશના કોડ પરથી કોઈ શંકાસ્પદ સંદેશ મળે, તો તેને બ્લોક કરો.
- જો તમને કોઈ મોબાઈલ નંબર શંકાસ્પદ લાગે તો તેના પરથી આવેલ મેસેજને ઓપન કરશો નહીં.
- તમારા સંપર્કો અથવા મિત્રોને કોઈપણ શંકાસ્પદ મેસેજ ફોરવર્ડ કરશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news