અલ્ટો, વેગનઆર, સ્વિફ્ટ...બધી ગાડીઓને છોડી લોકોએ આ કાર લેવા કરી પડાપડી, કિંમત 6.52 લાખ

અલ્ટો, વેગનઆર, સ્વિફ્ટ...બધી ગાડીઓને છોડી લોકોએ આ કાર લેવા કરી પડાપડી, કિંમત 6.52 લાખ

ભારતમાં સૌથી વધુ કાર વેચનારી કંપની મારુતિ સુઝૂકીએ ગત મહિને એટલે કે ડિસેમ્બર 2023ના વેચાણના આંકડા રિલીઝ કર્યા છે. ગત મહિને વેચાણમાં મારુતિની એક કાર કંપનીની અન્ય કારોની સરખામણીમાં બધાને પછાડીને ટોપ પર પહોંચી ગઈ છે. મારુતિની આ કારના ડિસેમ્બરમાં સૌથી વધુ 14012 યુનિટ વેચાયા.

અહીં અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે મારુતિ સુઝૂકી ડિઝાયર જેણે સ્વિફ્ટ, બલેનો, વેગનઆર અને બ્રેઝાની વેચાણના મામલે પછાડ્યા છે. મારુતિ ડિઝાયરની એક્સ શોરૂમ કિંમત 6.52 લાખથી શરૂ થાય છે. મારુતિ ડિઝાયરે ગત મહિને 16.80 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 14012 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં આ જ આંકડો 11997 યુનિટ્સ હતો. જો કે ડિઝાયરના વેચાણમાં માસિક આધાર  પર 12.23 ટકાનો ઘટાડો નોંધાયો છે. મારુતિ સુઝૂકીની અન્ય કારોના વેચાણ વિશે વિસ્તારથી જાણીએ. 

આ 7 સીટર કારે કર્યો કમાલ
મારુતિ સુઝૂકીની કાર વેચાણમાં બીજા નંબર પર કંપનીની બેસ્ટ સેલિંગ-7 સીટર અર્ટિગા છે. ગત મહિને મારુતિની અર્ટિગાનું 5.72 ટકાના વધારા સાથે 12975 યુનિટ્સનું વેચાણ થયું. જ્યારે આ આંકડો ડિસેમ્બર 2022માં 12273 યુનિટ્સનું હતું. વેચાણમાં ત્રીજા નંબરે ગત મહિને મારુતિ  બ્રેઝા રહી. મારુતિ બ્રેઝાએ 14.68 ટકાના વાર્ષિક વધારા સાથે 12884નું વેચાણ નોંધાવ્યું. આ યાદીમાં ચોથા નંબરે રહેલી મારુતિ સ્વિફ્ટે 1.81 ટકાના વાર્ષિક વધારા સાથે ગત મહિને 11843 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. 

ધડામ કરતા પડ્યું આ બેસ્ટ સેલિંગ કારનું વેચાણ
ગત મહિને વેચાણમાં 36.99 ટકાના વાર્ષિક ઘટાડા સાથે બલેનોએ 10669 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. જ્યારે મારુતિ ઈકોએ 5.17 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 10034 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. ગત મહિને વેચાણમાં સાતમા નંબરે રહેલી ફ્રોંક્સે 9693 યુનિટ્સ કારનું વેચાણ નોંધાવ્યું. આ ઉપરાંત ગત મહિને મારુતિ વેગનઆરનું 15.75 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 8578 યુનિટ્સનું વેચાણ થયું. જ્યારે ગ્રાન્ડ વિતારાએ 13.24 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 6988 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું અને અલ્ટોએ 71.13 ટકાના વાર્ષિક ઘટાડા સાથે ફક્ત 2497 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news