મારૂતિની 7 સીટર WagonR, ટૂંક સમયમાં ભારતમાં થશે લોંચ

મારૂતિ સુઝુકીની સૌથી પસંદીદા કારોમાંની એક વેગન-આર હવે વધુ સ્પેસ સાથે ભારતમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે. મીડિયાના અહેવાલો અનુસાર મારૂતિ સુઝુકી આ વૈગન આર જૂની કારથી બિલકુલ અલગ હશે. જોકે લુક એવો જ છે, પરંતુ તેને 7 સીટર બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે 7 સીટર વેગન આર આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં લોંચ થઇ શકે છે. હાલની વૈગન-આરમાં ફક્ત 5 લોકોને બેસવાની સુવિધા છે. 
મારૂતિની 7 સીટર WagonR, ટૂંક સમયમાં ભારતમાં થશે લોંચ

નવી દિલ્હી: મારૂતિ સુઝુકીની સૌથી પસંદીદા કારોમાંની એક વેગન-આર હવે વધુ સ્પેસ સાથે ભારતમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે. મીડિયાના અહેવાલો અનુસાર મારૂતિ સુઝુકી આ વૈગન આર જૂની કારથી બિલકુલ અલગ હશે. જોકે લુક એવો જ છે, પરંતુ તેને 7 સીટર બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે 7 સીટર વેગન આર આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં લોંચ થઇ શકે છે. હાલની વૈગન-આરમાં ફક્ત 5 લોકોને બેસવાની સુવિધા છે. 

કેવું છે એંજીન?

  • નવી વૈગન-આરમાં 1.2 લીટરનું 3 સિલેંડરવાળું પેટ્રોલ એંજીન મળશે.
  • 3 સિલેંડરવાળા એંજીન 84bhp ની પાવર સાથે 115nm ટોર્ક જનરેટ કરે છે.
  • 5 સ્પીડ મૈનુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશન (AMT) બંને ઓપ્શનમાં મળશે કાર.
  • કંપની નવી વૈગન-આર સાથે CNG ઓપ્શન પણ આપી શકે છે. 

3 વેરિએન્ટમાં થશે લોંચ
મારૂતિ વૈગન-આર 3 વેરિએન્ટમાં લોંચ થઇ શકે છે. તેના ત્રણ વેરિએન્ટ R બેસ, R ટોપ અને R CNG હોઇ શકે છે. આ ઉપરાંત કેટલાક માર્કેટસમાં WagonR CNG અને LPG ફ્યૂલ મોડનો ઓપ્શન પણ મળી શકે છે. 

શું હશે કિંમત
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કંપની આ કારને ઓગસ્ટને મહિનામાં લોંચ કરી શકે છે. કંપની તેની શરૂઆતી કિંમત 5.2 લાખ રૂપિયા રાખી શકે છે. દિલ્હીમાં R બેસની એક્સ શોરૂમ અનુમાનિત કિંમત 5.2 લાખ રૂપિયા, R ટોપની 6.5 લાખ અને R CNG ની કિંમત 6.3 લાખ રૂપિયા હોઇ શકે છે.

Maruti Suzuki, New WagonR, 7 Seater WagonR, WagonR launching, Auto News in Hindi

આ હશે ફિચર્સ

  • વૈગન આર 7 સીટર લિમિટેડ એડિશનમાં કારના બોડી ગ્રાફિક્સ આપવામાં આવશે.
  • આ સાથે જ કીલેસ એંટ્રીની સાથે સેંટ્રલ લોકિંગ, સિક્યોરિટી એલાર્મ, ડ્યૂલ ટોન ડૈશબોર્ડ, બ્લ્યૂટૂથની સાથે ડબલ ડિન સ્ટીરિયો, પ્રીમિયમ સીટ ફેબ્રિક સાથે રિયર પાવર વિંડો.
  • તેનો ફ્રંટ અને બેક દેખાવમાં જૂની વૈગન આર જેવો છે.

Maruti Suzuki, New WagonR, 7 Seater WagonR, WagonR launching, Auto News in Hindi

પહેલાંથી વધુ લાંબી અને પહોળી હશે
મારૂતિ વૈગન આરની એમપીવી વૈગન આર પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. તેમાં મારૂતિ સુઝુકીના નવા ડિઝાઇનિંગ એલિમેંટ્સ જોવા મળશે. હાલની વૈગન આરના મુકાબલે પહોળી અને લાંબી હશે. સૌથી ખાસ વાત એ છે કે વૈગન આર 7 સીટર હશે. નવી વૈગન આરમાં 14 ઇંચના અલોય વ્હીલ, રેગ્યુલર હૈલોઝન હેડલેમ્પ્સ અને રૂફ રેલ્સ વગેરે ફિચર્સ હોઇ શકે છે. નવી કારમાં 3 રો સીટિંગ એટલે કે ત્રણ લાઇનમાં બેસવાની વ્યવસ્થા હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news