ટોલ પ્લાઝા કે ફાસ્ટેગ...બંને ભૂલી જજો હવે! આવી રહી છે આ નવી સિસ્ટિમ, ખાસ જાણો

કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ કલેક્શન સિસ્ટમ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તે જલદી ટોલને ખતમ કરવા જઈ રહ્યા છે. વધુ વિગતો જાણો.

ટોલ પ્લાઝા કે ફાસ્ટેગ...બંને ભૂલી જજો હવે! આવી રહી છે આ નવી સિસ્ટિમ, ખાસ જાણો

ટોલ અંગે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક જાણકારી શેર કરી અને જણાવ્યું કે સરકાર જલદી ટોલ ખતમ કરવાનો પ્લાન કરી રહી છે. જેની જગ્યા નવી સિસ્ટમ લેશે. નવી ટોલ કલેક્શન સિસ્ટમ સેટેલાઈટ બેસ્ડ હશે અને જલદી શરૂ કરવામાં આવશે. જો કે હજુ આ અંગે ડેડલાઈન સામે આવી નથી. આ સિસ્ટમ હેઠળ યૂઝર્સ હાઈવે પર જેટલો સમય રહેશે એટલો જ ટોલ ટેક્સ વસૂલ  કરવામાં આવશે. આ ટોલ ટેક્સ બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિક રીતે કપાઈ જશે. જેનાથી યૂઝર્સના પૈસા પણ બચશે. 

માર્ચ 2024 સુધીમાં લાગૂ કરવાનો હતો પ્લાન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નો હેતુ માર્ચ 2024 સુધીમાં નવી સિસ્ટમને રજૂ કરવાનો છે. તેની મદદથી ટોલ પ્લાઝા પર લાગતો સમય ઓછો કરવો એ તેનો હેતુ છે. 

— ANI (@ANI) March 27, 2024

FASTag થી ઓછો થયો ટોલ વેઈટિંગ સમય
હાલના સમયમાં ટોલ પેમેન્ટ માટે ફાસ્ટેગ સિસ્ટમ છે. આ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ હતી જે ઓટોમેટિક ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સનું પેમન્ટ કરે છે. તેની મદદથી ટોલ પ્લાઝા પર વેઈટિંગ પીરિયડ ઘટીને સરેરાશ 47 સેકન્ડ થઈ ગયો છે. જે પહેલા સરેરાશ 714 સેકન્ડ હતો. 

શું છે ફાસ્ટેગ
ફાસ્ટેક એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. તેમાં Radio Frequency Identification (RFID) ટેક્નોલોજી છે. જેની મદદથી તે ટોલપ્લાઝા પર ઓટોમેટિક ટોલ પેમેન્ટ કરે છે. તેને કાર કે અન્ય વ્હીકલની વિંડ સ્ક્રિન પર લગાવવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news