iPhone 11ની દિવાનગી, ડિલીવરી માટે બપોરથી જ લાઇનમાં લાગી ગયા લોકો

આઇફોન પ્રત્યે લોકોની દિવાનગીએ દેશમાં વર્ષ 2014 અને 2015 દરમિયાન આઇફોન 6 (iPhone 6) અને 7 ને પોતાનો બનાવવાના દ્બશ્યોને તાજા કરી દીધા હતા.

iPhone 11ની દિવાનગી, ડિલીવરી માટે બપોરથી જ લાઇનમાં લાગી ગયા લોકો

નવી દિલ્હી: દેશભરમાં આઇફોન (iPhone) લવર્સ શુક્રવારે નવા આઇફોન 11 (iPhone 11) લેવા માટે એપલના ઓફિશિયલ રિસેલર્સ અને પ્રીમિયમ સ્ટોરના બહારી મોટી સંખ્યા લોકો લાગી ગયા હતા. આઇફોન પ્રત્યે લોકોની દિવાનગીએ દેશમાં વર્ષ 2014 અને 2015 દરમિયાન આઇફોન 6 (iPhone 6) અને 7 ને પોતાનો બનાવવાના દ્બશ્યોને તાજા કરી દીધા હતા. લોકો દેશના વિભન્ન એપલ સ્ટોર્સમાં પોતાના ઓર્ડર કરવામાં આવેલા આઇફોન 11 (iPhone 11) , 11 પ્રો અને 11 પ્રો મેક્સને લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. 

બપોરે 12 વાગે જ લાઇનમાં લાગી ગયા હતા
તમને જણાવી દઇએ કે આઇફોન 11 દેશના અલગ-અલગ એપલ સ્ટોર્સમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ દેશના વિભિન્ન એપલ સ્ટોર્સ ગુરૂગ્રામમાં ડીએલએફ સાઇબર હબ, મુંબઇના લોઅર પરેલમાં પેલેડિયમ મોલ અને બેગ્લુરૂના યૂબી સિટીમાં લાઇનો જોવા મળી હતી. પશ્વિમી દિલ્હીના પેસેફિક મોલમાં લોકો એપલના સત્તાવાર સ્ટોરમાંથી પોતાનો ફોન લેવા માટે બપોરે 12 વાગ્યાથી જ લાઇનમાં લાગી ગયા હતા. 
आईफोन 11, iPhone 11, iPhone 11 pro, iphone 11 pro max

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચમાં મોબાઇલ ડિવાઇસ એન્ડ ઇકોસિસ્ટમના એસોસિએટ ડાયરેક્ટર તરૂણ પાઠકે કહ્યું હતું કે તે ભારતમાં તહેવારો દરમિયાન આઇફોન સીરીઝ ખાસકરીને આઇફોન 11 સીરીઝની જોરદાર માંગને જોઇ રહ્યા છે. પાથકે કહ્યું કે એવું લાગે છે કે એપલ આઇફોન 11ની કિંમત નિર્ધારણની રણનીતિ ગ્રાહકો માટે સારી રહી છે. આ ઉપરાંત રિટેલર્સ દ્વારા આપવામાં આવેલા પોતાના ફોન અપગ્રેડ કરવા માટે આ સારી તક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news