ખુશખબરી: JIO એ વધારી આ ઓફરની તારીખ, ફાયદો જાણીને અચંબામાં પડી જશો!
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ પોતાના યૂજર્સને વધુ એક ખુશખબરી આપી છે. રિલાયન્સ જિયોએ પોતાના 'મોર દેન 100 પર્સેંટ કેશબેક' ઓફરની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે. આ પહેલાં જિયો કેશબેક ઓફરની અંતિમ તારીખ 15 માર્ચ હતી. પરંતુ, હવે કેશબેક ઓફરને 31 માર્ચ સુધી વધારી દીધી છે. જિયોની સત્તાવાર વેબસાઇટ www.jio.com પર આ ઓફરની જાણકારી આપવામાં આવી છે. જિયોની આ કેશબેક ઓફરમાં ગ્રાહકોને 700 રૂપિયા સુધીના કેશબેકનો ફાયદો મળી શકે છે.
398ના રિચાર્જ પર 400 રૂપિયાના વાઉચર્સ
જિયો કેશબેક ઓફરમાં જે જિયો યૂજર 398 અથવા તેનાથી વધુનું રિચાર્જ કરાવે છે, તેને 400 રૂપિયા સુધીના વાઉચર્સ આપવામાં આવશે. આ ઉપરાંત 300 રૂપિયાનું કેશબેક વોલેટ આપવામાં આવશે. જિયો કેશબેક ઓફર હેઠળ જે વાઉચર જિયો યૂજર્સને આપવામાં આવશે, તેના એક વાઉચરની કિંમત 50 રૂપિયા હશે. આ પ્રકારે વાઉચર જિયો યૂજર્સને મળશે. આ પ્રકારે તેની કુલ કિંમત 400 રૂપિયા થઇ જશે. જિયો યૂજર્સ આ વાઉચરનો લાભ આગામી રિચાર્જ પર myjio એપના માધ્યમથી રિચાર્જ કરાવીને ઉઠાવી શકે છે.
આ વોલેટ્સમાં મળશે જિયો કેશબેક ઓફરનો ફાયદો
જિયો કેશબેક ઓફર અનુસાર, જે વોલેટ્સ પર આ ઓફરનો ફાયદો મળી રહ્યો છે, તેમાં મોબીક્વિક, પેટીએમ, અમેજોન પે, ફ્રી રિચાર્જ, ફોન પે વગેરે પર સામેલ છે. મોબીક્વિક પર સૌથી વધુ 300 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. તો બીજી તરફ પેટીએમ પર 500 રૂપિયાનું કેશબેક મળશે.
8 મહિના સુધી ફ્રી મળશે 4G ડેટા
રિલાયન્સ જિયોની વધુ ધમાકેદાર ઓફર છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને 8 મહિના સુધી દરરોજ 1.5GB ડેટા ફ્રે મળશે. જો કે આ ઓફર ફક્ત જિયોફાઇ ડિવાઇસ યૂજર્સ માટે છે. યૂજર્સને 1999 રૂપિયા ખર્ચીને જિયોફાઇ ડિવાઇસ ખરીદવું પડશે. તેમાં 3595 રૂપિયા સુધીનો ફાયદો મળશે. સાથે જ ઓફર અંતગર્ત, 1999 રૂપિયાના જિયોફાઇ ખરીદનાર યૂજરને 1295 રૂપિયાના મૂલ્યનો ડેટા મળશે. તેના હેઠળ યૂજર 1.5 જીબી, 2 જીબી અને 3 જીબીવાળા પ્લાનો ઉપયોગ કરી શકશે.
કેવી રીતે મળશે ફાયદો
રિલાયન્સ જિયો 1999 રૂપિયાના જિયોફાઇમાં મફત ડેટા અને જિયો વાઉચર આપશે. આ ઓફરમાં ગ્રાહકોને કુલ 3595 રૂપિયાનો ફાયદો થશે. આ ઓફરના માધ્યમથી કંપની 999 રૂપિયાવાળા જિયોફાઇને 1999માં આપશે, જેમાં યૂજર્સને 1295 રૂપિયાનું બંડલ્ડ ડેટા અને 2300 રૂપિયાના જિયો વાઉચર મળશે.
ક્યાં મળશે ફાયદો
JioFi ખરીદતાં 2300 રૂપિયાની કિંમતના જિયો વાઉચર્સ મળશે. આ વાઉચર્સનો ઉપયોગ Paytm, AJio અને રિલાયન્સ ડિજિટલમાં કરી શકાશે. રિલાયન્સ રિટેલ સ્ટોર પરથી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકાશે. જિયોની વેબસાઇટ પરથી પણ આ ફાયદો મળશે. આ બધી ઓફર્સની સાથે યૂજર્સ પ્રાઇમ મેમ્બરશિપ પણ લઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે